ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૬ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૬ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી .
સ્વ .કમળા બહેન તથા જગમોહન કેશવલાલ પારેખની સ્મૃતિમાં ૪૭૦ મો પ્રભુકૃપા શ્રી સુનીલભાઈ પારેખ પરીવાર ની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ શ્રી સવિતાબહેન જીતેન્દ્રરાય મહેતાના સૌજન્ય થી શ્રી શૈલેષભાઈ મહેતા પરિવારની ઉપસ્થિતિ માં ૪૭૧ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.૨૨ સપ્ટેમ્બર નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૫૬ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી.દેવભાઈ સોનીની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૧૮ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૫ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.......
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.