'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' બોટાદ નગરપાલિકા દ્વારા મેરેથોનનું આયોજન કરાયું - At This Time

‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ બોટાદ નગરપાલિકા દ્વારા મેરેથોનનું આયોજન કરાયું


(અસરફ જાંગડ દ્વારા)
"સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન વેગવંતુ છે. સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હાઈસ્કુલથી એમ.ડી.સ્કુલ સુધી યોજાયેલી આ મેરેથોનમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકાના કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને નાગરિકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો,મેરેથોનમાં ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. મેરેથોન દરમિયાન નગરપાલિકા દ્વારા એમ.ડી.સ્કુલ ખાતે એનર્જી ડ્રીંક અને ફ્રુટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બોટાદ નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.