અરવલ્લી જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ. - At This Time

અરવલ્લી જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ.


સારુ સ્વાસ્થ્ય અને ફિટનેસની શોધમાં લોકોને ચાલવાની અને દોડવાની ટેવ કેળવવાના ઉદ્દેશ સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક ની અધ્યક્ષતામાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઇ.
ભારત સરકાર ખેલ વિભાગ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત કરવામાં આવી છે. આ રનનો ઉદ્દેશ સારુ સ્વાસ્થ્ય અને ફિટનેસની શોધમાં લોકોને ચાલવાની અને દોડવાની ટેવ કેળવવાનો છે. જેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ દોડનું આયોજન, ઓધારી તળાવ માલપુર રોડ મોડાસા થી કે એન શાહ હાઇસ્કુલ મોડાસા સુધી કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લામાં આજે કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં આ રન યોજાઇ હતી. જેમાં વહીવટી તંત્રના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ રમતગમત અધિકારીશ્રી, અને અન્ય શાળાના બાળકો જોડાયા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.