ગીર સોમનાથના ખંઢેરી ગામે વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને રાજપૂત સમાજનું મહા સંમેલન યોજાયું - At This Time

ગીર સોમનાથના ખંઢેરી ગામે વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને રાજપૂત સમાજનું મહા સંમેલન યોજાયું


ગીર સોમનાથના ખંઢેરી ગામે વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને રાજપૂત સમાજનું મહા સંમેલન યોજાયું
સુરેન્દ્રનગરના વસ્તકી ખાતે 120 કરોડના ખર્ચે શ્રી ભવાનીધામના નિર્માણ મુદ્દે ચર્ચાઓ કરાઈ
માં ભવાની મંદિર અને રાજપૂત સમાજ ની એકતા ને લય સંમેલન યોજાયું.ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે તા ૧૨/૦૧/૨૦૨૫ ના રવિવારે રાજપુત સમાજનું મહા સંમેલનનું આયોજન પુર્વ ગવર્નર વજુભાઈ વાળાની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં રાજપુત સમાજનાં આશરે સાત હજાર થી વધુ લોકોની ઉપસ્થિતિમા આ મહાસંમેલન યોજાયું હતું.આ સંમેલનમા સમાજના નાના મોટા આગેવાનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
આ મહા સંમેલનમા સમસ્ત રાજપૂત સમાજ આયોજિત સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તકી ગામે શ્રી ભવાનીધામનુ મંદિર 120 કરોડ ના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.સાથે મંદિરના નિર્માણ કાર્ય દ્વારા રાજપુત સમાજને વધુ સંગઠીત કરવા અને સમાજની અમુલ્ય ધરોહર તથા સંસ્કારો નુ સુદૃઢ સિંચનની કલ્પના કરવામાં આવી હતી તથા રાજપુત સમાજના યુવાનોને વ્યસન મુક્ત થઈ સમાજના કાર્યોમા જોડાય તેવી હાકલ રાજપુત સમાજના વજુભાઈ વાળા એ કરી હતી.આ મહા સંમેલનમા પુર્વ ગવર્નર વજુભાઈ વાળા, સમસ્ત રાજપૂત સમાજ ના પ્રમુખ કાનભાઈ ગોહિલ, સમસ્ત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, પુર્વ મંત્રી લક્ષ્મણ ભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ગિર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કરશનભાઇ બારડ,શિવાભાઈ સોલંકી, જયંતિભાઇ ઝાલા,વેરાવળ તાલુકાના ભાજપ પાર્ટીના પ્રમુખ પ્રધ્યુમનસિહ ડોડીયા, ગિર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રાજવિરસિહ ઝાલા, દિલીપસિંહ બારડ, માનસિંગભાઇ પરમાર, પ્રતાપભાઈ બારડ, કે.વી.બારડ, ભગવાનભાઇ બારડ,પુર્વ જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ, રામસીંગભાઇ ડોડીયા,ભીખુભાઈ ઝાલા, હરેશભાઈ ઝાલા,કિશોરસિંહ ચૌહાણ સાથે સમાજના નાના મોટા તમામ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.
:-આ સંમેલન પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે રાજપૂત સમાજ ના "યુવાઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે" માં ભવાની મંદિર માત્ર મંદિર નહિ પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરશે.સમાજ ને સો પ્રથમ સંસ્કારી થવાની જરૂર છે.
:-જશા બારડે જનમેદની ને સંબોધતા એવું પણ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે માં ભવાની નું 120 કરોડના ખર્સે મંદિરની સાથે સાથે સેક્ષણીક સંકુલ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસો પણ તયાર થય રહ્યા છે જેના ફાળાના ભાગરૂપે સૌ પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું સંમેલન યોજાયું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ માં રાજપૂત સમાજ ની વસ્તી સૌથી વધારે છે જેથી શ્રી ભવાની ધામ ટ્રસ્ટી મંડળ માં અહી ના યુવાઓને ખાસ સ્થાન આપવામાં આવે એવી માંગ કરી હતી.

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.