આજનો ઇતિહાસ 5 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની પાચમી વર્ષગાંઠ
વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ 370 નાબૂદ કરાઇ હતી.
આજે ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ તેમજ બોલીવુડ ફિલ્મ કલાકારકાજોલલ,વત્સલ શેઠ અને અરવિંદ જોશીનો બર્થડે છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
5 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
1543 – ફ્રેન્ચ અને તુર્કીની સેનાએ નાઇસ પર કબજો કર્યો.
1781 – ડોગર બેંકમાં ડચ અને અંગ્રેજી દળો વચ્ચે યુદ્ધ થયું.
1882 – જાપાનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો.
1947 – હોલેન્ડે ઈન્ડોનેશિયામાં રાજકીય કાર્યવાહી બંધ કરી.
1996 – એટલાન્ટા સેન્ટેનરી ઓલિમ્પિક્સનું સિડનીમાં મળવાના વચન સાથે સમાપન થયું.
1999 – ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ.
2002 – ગોન્ઝાલો લોઝાડા બાલોવિયાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા.
2008 – ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉત્તરપૂર્વમાં 176 માઇલ દૂર હિંદ મહાસાગરમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
2010 – કેન્યાના 70 ટકા લોકોએ લોકશાહી સુધારાના ભાગરૂપે નવા બંધારણની રચનાને સમર્થન આપવા માટે જનસમર્થમાં મત આપ્યો. લેહ, કાશ્મીર (ભારત)માં વાદળ ફાટવાથી અને ત્યારબાદ આવેલા પૂરને કારણે 115 લોકોના મોત થયા હતા. કરાચી (પાકિસ્તાન), MQM ધારાસભ્ય રઝા હૈદરની હત્યા બાદ ચાર દિવસ સુધી ચાલી રહેલી વંશીય હિંસામાં 70 લોકો માર્યા ગયા હતા.
2011 – નાસાના વૈજ્ઞાનિકોએ સાયન્સ મેગેઝિનમાં મંગળ પર પાણી વહેતું હોવાનો દાવો કર્યો હતો.
2011- નાસા દ્વારા ગુરુનો અભ્યાસ કરવા માટે સ્પેસ રિસર્ચ વ્હીકલ જૂનોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
2018- ઉત્તર પ્રદેશના મુગલ સરાઈ જંકશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું.
2019 – ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણમાં ઉલ્લેખિત કલમ 370 દૂર કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું. તે હવે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ઓળખાય છે.
2020-સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું.
2013 – ભારતની જુનિયર મહિલા હોકી ટીમે જર્મનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને 3-2 (1-1) થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.