હળવદમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" પરંપરાગત યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા ધામધૂન પૂર્વક નીકળી - At This Time

હળવદમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” પરંપરાગત યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા ધામધૂન પૂર્વક નીકળી


વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

હળવદ માં છેલ્લા ૩૫ વર્ષ થી પરંપરાગત રીતે યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભાયાત્રા નું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજન હતું આ શોભાયાત્રા તારીખ:- ૭ / ૯ / ૨૦૨૩ ને ગુરુવાર ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર દિવસે સવારે ૮:૩૦ કલાકે શ્રી રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજા ખાતે થી પ્રારંભ થયો હતો જે હળવદ શ્રી લક્ષ્મીનારાયણ ચોક થઈને સરા નાકા થઈ શ્રી બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા માં ડી.જે - ઢોલ નગારા અને વિવિધ ફ્લોટ્સ સાથે આ શોભાયત્રા નીકળી હતી હળવદ ના તમામ રાસ મંડળી ના સભ્યો - ધૂન મંડળ ના સભ્યો સહિત હળવદ ની અને હળવદ તાલુકાની જનતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.