બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા પી. એમ. શ્રી ડો. સર્વપલ્લીન રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર 24 માં કાયદાકીય માર્ગદર્શન અપાયું
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ.બળોલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ બોટાદ માં આવેલ પી એમ શ્રી સર્વપલ્લીન રાધકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર 24 માં વિદ્યાર્થીની બેહનો મેન્સટુઅલ હાઇજીન અને પોષણ અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પી આર મેટલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ શ્રી એ. ડી. વ્યાસ સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થી ઉચ્ચતર અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી દ્વારા એક લક્ષ નક્કી કરે જીવનમાં આવતા સંઘર્ષ ને સર કરવા અંગે માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા મેન્સ્ટયુઅલ હાઇજીન બાબતે નુકસાનકારક ગેરમાન્યતાઓ તેમજ મહિલાઓ ના સ્વાસ્થ્ય પર પડતી અસરો ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ આ ઉપરાંત પોસ્કો એક્ટ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની કામગીરી, સખી વનસ્ટોપ સેન્ટર માં અપાતી આશ્રય સંધિત સુવિધાઓ અંગેની સમજ કરી સંકટ સખી એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ઇન્સ્ટોલ અને તેના ઉપયોગ અંગે માહિતી પુરી પાડવામાં આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા 181 હેલ્પલાઇન 24×7 કાર્યરત છે ક્યાં સંજોગો માં મદદ લઇ શકાય તેમજ 181 એપ્લિકેશન માં પેનીક બટન પર ક્લિક કરવા થી કોલ તેમજ એપ્લિકેશન દ્વારા વિડિઓ ઉતારી શકાય એ વિષે વિગતવાર સમજ કરેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત શી ટિમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા શી ટીમ ની કામગીરી તેમજ વી આર પ્રેજેન્ટેશ દ્વારા વિદ્યાર્થી ઓ ને મનોરંજન કરાવી અનુભવો અંગે પ્રશ્નોતરી કરાવેલ સંકલ્પ હબ ફોર એમ્પવાર મેન્ટ હબ ના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વહાલી દીકરી, વિધવા સહાય,ગંગા સ્વરૂપ આર્થિક પુનઃ લગ્ન, મહિલા સ્વાવ લંબાન વગેરે યોજનો અંગે ની માહિતી આપેલ દરેક વિદ્યાર્થી બેહનો ને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવેલ શાળા ના પ્રિન્સિપાલ શ્રી પટેલ ભુમિકામેડમ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ વધતા જતા સોશ્યિલ મીડિયાના ઉપયોગ અંગે તેમજ સશક્તિ કરણ અંગે સમજ કરેલ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.