સંયુક્ત પાલિકામાં સફાઇ કામદારોની કાયમી ભરતી કરવા માંગ કોન્ટ્રાકટ પ્રથા રદ્દ કરવા રજુઆત કરાઇ.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં 300 થી વધુ સફાઇ કામદારો, ડ્રાઇવરોના પદ પર કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે તેમના વિવિધ પ્રશ્નોને લઇ રેલી યોજી તેઓએ પ્રમુખને રજૂઆત કરી હતી જેમાં તેમને મળતા હક અને લાભો આપવામાં આવે નહીંતો આંદોલન કરવાની ચીમકી આપી હતી સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો મામલે ગુરૂવારના રોજ રેલીનું આયોજન કર્યું હતું જેમાં અખીલ ભારતીય સફાઇ મજદૂર સંઘના મયુભાઇ પાટડીયા સહિત 300 થી વધુ કર્મચારીઓએ મસાણી મેલડીમાંથી પાલિકા કચેરી સુધી રેલી યોજી લેખિત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવયા મુજબ પાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઇઝ કામદારો સાથે ભેદભાવયુક્ત વર્તન કરાય છે સફાઇ કામગીરી દૈનિક પ્રકારનું કામ હોવાથી કોન્ટ્રાક્ટ અપાય નહીં આથી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા માગ કરી હતી જ્યારે સુરેન્દ્રનગર સાથે વઢવાણ શહેર ભળતા સંયુક્ત પાલિકાનો વિસ્તાર વધતા સંયુક્ત પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝના કામદારોને ફૂલ ટાઇમ કરવા અથવા સફાઇ કામદારોની ભરતી કરવા માંગ કરી હતી ગુજરાત સરકારના નિયમ મુજબ બિનકુશળ કામદારોને રૂ. 452 છે તેમ છતાં પાલિકા પાસે અલગ અલગ યુનિયનો કામદારો દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરી છતા લઘુતમ વેતન દરથી ઓછા દર ચૂકવી ખુલ્લેઆમ કાયદાનો ભંગ કર્યો છે જ્યારે એરિયર્સની રકમ ચૂકવવા માંગ કરી હતી કોન્ટ્રાક્ટરો એ શ્રમયોગીને જીવન નિર્વાહ ખર્ચ આંક સાથે સંકળાયેલું ભથ્થુ આપવાનું હોય છે જે દૈનિક રૂ.21 છે તે આપવામાં આવે અને લઘુતમ વેતન નિયમ મુજબ પગાર સ્લીપ આપવામાં આવે, હાજરીમાં ગોટાળા થતા હોવાથી હાજરી પત્રક રાખવામાં આવે, પાલિકાના કામદારોને નિયમિત પગાર અપાતો નથી તે નિયમ મુજબ 1 થી 10 તારીખમાં પગાર ચૂકવવા, પીએફની રકમ ઓછી જમા કરાય છે તે પૂરી જમા કરાવવા, સફાઇ કામદારોને વીમા કવચ પૂરૂ પાડવા, પાલિકા દ્વારા 60 વર્ષથી વધુનાને કામ પર રખાયા છે તેની તપાસ કરી તાત્કાલીક છૂટા કરી સફાઇ કર્મચારીની ભરતી કરવા માંગ કરાઇ હતી છૂટા કરાયેલા કર્મચારીને પરત લેવા સહિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી હતી જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.