આનંદનગર કોલોનીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલ થેલી તસ્કરો ઉઠાવી ફરાર
આનંદ કોલોનીમાં થોડા દિવસ પહેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરના દરવાજા પાછળ ટીંગાડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલ થેલી ચોરીને ફરાર થઈ જતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે આનંદ કોલોનીમાં આવેલ પંચશીલ એપાર્ટમેન્ટમાં રહેતા રસીદાબેન બરકતભાઈ જીવાણી (ઉ.43)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઘરકામ કરે છે તેમને તેમના લગ્ન સમયે આવેલ સોના ચાંદીના દાગીના તેઓ પ્રસંગોપાત પહેરતા અને બાદમાં થેલીમાં રાખી ઘરમાં રૂમના દરવાજા વગરના ભીતના કબાટમાં રાખી દેતા હતા.
ગઈ તા.14ના રાત્રીના તેને થેલીમાં રાખેલ સોનાના ત્રણ ચેઈન, લકકી, કડી, ત્રણ વીંટી સોનાના ત્રણ દાણા, એક ચાંદીની લકકી, બુટીનું બે ઝુમખા અને તેમા રોકડા રૂા.2 હજાર રાખેલ હતા. બાદમાં ગઈ તા.18ના વહેલી સવારે ઘરે પાણી આવતું હોય જેથી તેઓ દરવાજો ખુલ્લો રાખીને પાણી ભરવા નીચે ગયેલ.
ત્યારે સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલ થેલી જોવા ન મળતા તેના પતિને જગાડી આસપાસમાં તપાસ કરેલ હતી. પરંતુ રૂા.42500નો મુદામાલ ભરેલ થેલી ન મળતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ આર.કે. સામુદ્રેએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.