વિછીયાના છાંસીયા, ગોંડલના નવાગામ અને ધોરાજીના મોટીમારડ ગામે મારામારી
રાજકોટ તા. ૪: જીલ્લામાં મારામારીના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. પ્રથમ બનાવમાં વિંછીયાના છાંસીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા માવજીભાઇ લઘરાભાઇ મકવાણા (ઉ.વ. ૭૦) મને તેજ ગામના રમેશ ઉર્ફે ભટ્ટ લીંબાભાઇ જોગરાજીયાએ પાઇપ વડે હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત માવજીભાઇના પુત્રને આરોપીએ માર મારતા ફરીયાદી વચ્ચે પડતા પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત માવજીભાઇએ આરોપી રમેશ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ગોંડલના નવાગામે વાડીના રસ્તામાં ચાલવા દેવા બાબતે સમજાવવા ગયેલ પ્રવિણભાઇ રણછોભાઇ સરવૈયા (ઉ.વ. ૩૭) ને તેજ ગામના હેમંત જેરામભાઇ પરમાર તથા તેના ભાઇ ભરતે ખપારીથી હુમલો કરી ઇજા કરી હતી. આ અંગે હેમંતભાઇએ ઉકત બન્ને ભાઇઓ સામે ફરીયાદ કરતા સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ધોરાજીના મોટી મારડ ગામે વિજયભાઇ બટુકભાઇ જાટીયા ઉપર તેજ ગામના વિજય ઘનશ્યામભાઇ શિયાળીયાએ છરીથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત વિજયભાઇ જાટીયાએ ઉછીના આપેલ ર૪૦૦ રૂા.ની ઉઘરાણી કરતા આરોપી વિજયે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત વિજયભાઇના ભાઇ મુકેશભાઇએ આરોપી સામે ફરીયાદ કરતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.