ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું. - At This Time

ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું.


સાયલા તાલુકાના અનેક સ્થળોએ વટ સાવિત્રી વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી.

સામતપર ગામના રામાપીર નાં મંદિરે શુભ પર્વ નાં દિવસે અનેક મહિલાઓ ધ્વારા વડ નીચે બેસીને મહિલા ઓ પોતાના પરિવાર માટે ભાવના અને વિશ્વાસ, શ્રદ્ધા ને લઈને પૂજા કરતા હોય છે.
ગુજરાત રાજ્યમાં દરેક સ્થળો એ વટસાવિત્રી વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .જેમાં સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા નાં સામતપર ગામના રામાપીર નાં મંદિરે પણ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતનુ પુજા અર્ચના કરવામાં આવી હતી. દરેક મહિલાઓ વડ ની પૂજા સાથે વટ સાવિત્રી ની કથા સાંભળી પોતાના પરિવારોના આશીર્વાદ લઇ વ્રતની ઉજવણી કરતા હોય છે. મહિલાઓ દ્વારા પતિનુ લાંબુ આયુષ્ય મળે તે માટે આ વ્રત ની પુજા કરવામાં આવતી હોય છે, તેમજ સુખ, શાંતિ , અને સંતાન પ્રાપ્તિ જેવા અનેક ફાયદાઓ પણ છે.આ વટસાવિત્રી વ્રતનો મહિમા કથા રૂપે ઘણો અપરંપાર છે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા,, સાયલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.