અરવલ્લી જીલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાશે. - At This Time

અરવલ્લી જીલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાશે.


રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જીલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલીયો ઝુંબેશ યોજાનાર છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.એ.સિદ્દિકીના માર્ગદર્શન અને આર.સી.એચ.ઓ.શ્રી ડો.અલ્પેશ બી. પટેલની રાહબરી હેઠળ અરવલ્લી જીલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલીયો ઝુંબેશ અન્વયે અરવલ્લી જીલ્લાના કુલ ૧.૧૫ લાખથી વધુ બાળકોને જીલ્લાના આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે ૬૧૯ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ, હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન, આશા ફેસિલેટર અને આંગણવાડી બહેનોની કુલ ૧૨૬૪ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.