ગઢડા ગામના સુનિલ આહિરે બે મહિનામાં હિમાચલ પર્વતના 3 શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો - At This Time

ગઢડા ગામના સુનિલ આહિરે બે મહિનામાં હિમાચલ પર્વતના 3 શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો


ગુજરાત સરકાર સંચાલીત SVIM ની ટીમે અપાવ્યું ગુજરાતને ગૌરવ

"આઝાદી કા અમૃત મહોત્સવ ના લક્ષને ધ્યેય માની SVIM ટીમે બે શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો

બોટાદ જિલ્લાના ગઢડા ગામના આહિર સુનિલ બોરીચા એ બે મહિના ના સમયમાં હિમાચલ પર્વતના 3 શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો જેમાં એક મહિના પહેલાં 17,500 ફુટ ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ હાલ spiti valley (સ્પીટી વેલી હિમાચલ પ્રદેશના) બે શિખર MT. Dawa kangri (20,144 ફુટ) અને MT.Lag bhorche (19,685 ફુટ) ઊંચાઈ પરની ટોચ પર પહોંચી તિરંગો લહેરાવી સમાજ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું
આહિર સુનિલ બોરીચા આ પહેલાં પણ પહાડો ચડી ચુક્યો છે અને તેના માટેની ટ્રેનિંગ પણ લઈ ચુક્યાં છે જેમા તેઓએ જમ્મુ અને કાશ્મીર થી એક મહિનાની અને અરૂણાચલ પ્રદેશની આર્મી સંસ્થા માંથી એક મહિનાની ટ્રેનિંગ પુરી કરી છે હાલ તેમને ગુજરાતની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર માઉન્ટ આબુ (SVIM) ની ટીમે સિલેક્ટ કરી આ અભિયાન માટે મોકલેલ જેમાં 11 લોકોનું સિલેક્શન થયેલ અને તે ટીમમાં રહી આહિર સુનિલ બોરીચા એ પોતાની ઉજવળ કારકિર્દી બતાવી આહિર સમાજને અલગ જ ક્ષેત્રમાં ગર્વની અનુભૂતિ કરાવી

સુનિલ :- સૌ પ્રથમ અમે અમારી માતૃસંસ્થા માઉન્ટ આબુ પહોંચ્યા ત્યાં 3 દિવસ રહી અમે અમારા પ્રિન્સિપાલ રાજલ પટેલ મેડમના સુચનો મુજબ અમારા અભિયાનની તૈયારીઓ કરી અને જરૂરી સામાન લઈ 23 જુલાઈ મનાલી (હિમાચલ પ્રદેશ) જવા રવાના થયા મનાલી પહોંચી બાકી જરૂરી સામાન મેળવ્યો અને 5 થી 7 દિવસ ત્યાં રહી નાના પહાડો પર પ્રેક્ટિસ કરી જેના વગર અમારી સફળતા શક્ય ના હતી ફાયનલી અમારી 11 વ્યક્તિની ટીમ અમારા લક્ષ માટે સ્પીટી વેલી જવા નીકળી જયા વરસાદના કારણે રસ્તા બંધ હતા 2 દિવસે રસ્તા ખુલતા જ અમે અમારા નક્કી સ્થળ પર પહોંચ્યા જયાથી અમારે અમારો જમવાનો,રહેવાનો અને ટેકનિકલ સામાન પોતાના બેગમાં ઉઠાવી પહાડ ચઢવાનું શરૂ કરવાનું હતુ અમે જે રસ્તા પર ચાલીને જતા હતા ત્યાં નીચે 400 થી 500 ફુટની ખાય હતી એવા મુશ્કેલ રસ્તાને પાર કરી પહેલાં પડાવ પર પહોંચ્યા જયાથી અમારી અભિયાનની પ્રોસેસ મુજબ અમે આગળ વધ્યા પરંતુ જેમ જેમ અમે આગળ વધ્યા તેમ તેમ સ્પીટી વેલી પોતાના જે કપરા સ્વાભાવથી જાણીતી છે તે બતાવવાનો શરૂ કર્યું વરસાદ અને ઠંડા પવનો પહાડો કરતાં પણ ચેલેન્જ રૂપ થવા લાગ્યા જેમાં ટીમના મેમ્બર પણ બીમાર પડ્યા પરંતુ ટીમ SVIM સંસ્થાના લક્ષને પાર પાડવા તત્પર હતી એટલે અમે સતત આગળ વધતા ગયા અંતે ઠંડા પાણીનાં નાળા પાર કરી બંન્ને શિખર નજીક પહોંચ્યા અને એક પછી એક એમ બે શિખરની 9 મેમ્બર્સએ ચાલું બર્ફ વર્ષામાં સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો

આ થકી સોશિયલ મીડિયામાં 15મી ઓગસ્ટ પર આહીર સુનીલ બોરીચા ને તેમના મિત્રો દ્વારા ખુબજ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને બંન્ને શિખર પર તિરંગો લહેરાવતા તેમના વિડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.