મુનપૂર કોલેજમાં અંતાક્ષરીની સ્પર્ધા યોજાઇ - At This Time

મુનપૂર કોલેજમાં અંતાક્ષરીની સ્પર્ધા યોજાઇ


મહિસાગર ના કડાણા તાલુકાનાં મુનપૂર કોલેજમાં અંતાક્ષરીમાં કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ એમ ત્રણેય વર્ષની એક-એક ટીમ બનાવવામાં આવી. જેના નામ અનુક્રમે 'દિવાને', 'મસ્તાને' અને 'પરવાને' રાખવામાં આવ્યા.વિધાર્થીઓને અત્યંત પ્રિય એવી આ અંતાક્ષરી સ્પર્ધામાં ત્રણેય ટીમોએ વિવિધ પ્રાર્થનાઓ, લોકગીતો, કાવ્યો, ગઝલો અને ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી.આ સ્પર્ધામાં જી.રૂ. (જીદ્ધ-૩)ની ટીમ 'મસ્તાના' પ્રથમ ક્રમે રહી.આ અંતાક્ષરી સ્પર્ધામાં નિણયિક તરીકે ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ. હર્ષદાબેન શાહે મહત્ત્વની ભૂમિકા નિભાવી. આ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. સુશીલાબેન વ્યાસ અને સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. હિતેશ કુબાવતે કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. સુશીલા વ્યાસે આ અંતાક્ષરી અંગેના વિવિધ રાઉન્ડ અને ગુણાંકન પદ્ધતિ અંગે સ્પર્ધક ટીમો તથા શ્રોતા વિધાર્થીગણને વિગતે સમજ પૂરી પાડી, તો સાથે આ અંતાક્ષરી સ્પર્ધાથી થતા ફાયદાઓએ અંગે પણ વાત કરી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.