લખતર અમદાવાદ ફોરલેન રોડ ઉપર આવેલ લખતર પેટ્રોલ પમ્પ પાસે આવેલ મોતના માચડા સમાન હટાવવા માંગ ઉઠી - At This Time

લખતર અમદાવાદ ફોરલેન રોડ ઉપર આવેલ લખતર પેટ્રોલ પમ્પ પાસે આવેલ મોતના માચડા સમાન હટાવવા માંગ ઉઠી


લખતર અમદાવાદ ફોરલેન રોડ ઉપર આવેલ લખતર પેટ્રોલ પમ્પ પાસે આવેલ મોતના માચડા સમાન હટાવવા માંગ ઉઠીફોરલેન રોડ બનાવવામાં આવ્યો ત્યારથી લોખડની એન્ગલનો થાંભલો ઘણા સમયથી રોડ તરફ નમી ગયેલો છેલખતર શિયાણી દરવાજાથી વિઠ્ઠલાપરા ચેકપોસ્ટ સુધીનો રોડ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવવામાં આવ્યો છે નિયમ મુજબ કોઈ અકસ્માત નાથાય તેમાટે પીજીવીસીએલની તમામ લાઈન ઓવરહેડના બદલે અંડરગ્રાઉન્ડ લેવાની હોય છે આ માટે થઈને સરકાર દ્વારા આશરે એક કરોડના ખર્ચે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે ત્યારે લખતર કેન્ટીનપરા સામે આવેલ લખતર પેટ્રોલ પમ્પ પાસે પીજીવીસીએલનો લોંખડનો થાંભલો ઘણા સમયથી રોડ તરફ નમી ગયેલ છે હમણાં થોડાક સમયથી મીડિયામાં ચોટીલા પાસે રોડ ઉપર થાંભલો નમી ગયેલાના ન્યુઝ આવ્યા હતા ત્યારે લખતર અમદાવાદ હાઇવે ઉપર નમી ગયેલ થાંભલો ક્યારે દૂર કરવામાં આવશે તેવી વાહનચાલક અને રાહદારીઓમાં ચર્ચા ચાલી રહી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.