સગાઈ તોડી નાખતા યુવાનનો પરીવાર વિફર્યો: યુવતી અને તેના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
શિવનગરમાં રહેતી યુવતીએ સગાઈ તોડી નાંખતા મોટા મવામાં રહેતાં યુવક અને તેનો પરીવાર વિફર્યો હતો અને યુવતી અને તેના પરિવારને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બી. ડિવિઝન પોલીસે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર સોસાયટી શેરી નં.4 માં રહેતાં તુલજાબેન મચ્છાભાઇ ઠુંગા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઉત્તમ ગાંડુ વકાતર, મહેશ ગાંડુ વકાતર, શ્રધ્ધાબેન ગાંડુ વકાતર અને મનીષાબેન મહેશ વકાતર (રહે. તમામ મોટામવા સ્મશાનની સામે) નું નામ આપતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વશુંમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેમના માતા અને બે ભાઇ સાથે રહે છે. તેણીના પિતાનું વર્ષ 2023 માં કેન્સરની બીમારી સબબ અવસાન થયેલ છે. દોઢેક વર્ષ પહેલા તેણીની સગાઈ ઉતમ વકાતર સાથે થયેલ હતી. ત્રણેક માસ બાદ ઉતમની બહેન હિનાની સગાઇ તેણીના ફઇના દિકરા સાથે થયેલ હતી. જે બાદ ઉતમના પરિવારે સોના ચાંદીના ઘરેણા તથા અન્ય સગાઇને લગતી ચીજ વસ્તુઓ આપેલ હતી.
ત્યારબાદ ઉતમ વકાતર અને તેના ભાઇ મહેશ વકાતર ઘરે ઘસી આવી તેમજ ફોન કરી અવાર-નવાર કહેતા કે, તારા લગ્ન આ વર્ષે જ કરવાના છે. જેથી તેઓને તેણીના પિતા મરણ ગયેલ હોય અને લગ્ન કરવા માટે પૈસાની સગવડતા હાલ ન હોય જેથી એક વર્ષ લગ્ન થઇ શકે તેમ નથી તેમ કહેતાં ઉતમ તથા તેના ભાઇ મહેશ વકાતર ગુસ્સે થઇ કહેલ કે, તો કોર્ટ મેરેજ કરી લે બાકી લગ્ન તો તારે આ વર્ષે જ કરવા પડશે.
ત્યારબાદ ઉતમ અને મહેશ વકાતર અવાર-નવાર ઘરે આવતા અને લગ્ન કરવા બાબતે તેણી અને તેમના બંને ભાઈઓ તેમજ માતા સાથે અવાર-નવાર ઝઘડો કરતાં હતાં. જે વાત વડીલોને કરતા તેણીના ફઇના દિકરાએ આ લોકોને સમજાવેલ પરંતુ માનતા ન હોય જેથી આઠેક મહીના પહેલા તેણીએ સગાઇ ઉતમ સાથે તોડી નાખેલ હતી. તેમજ તેમના ફઈના દિકરાની સગાઇ જે આરોપીની બહેન સાથે થયેલ હોય તે પણ તોડી નાખેલ હતી. તેમજ તેણીને ચડાવેલ સોના ચાંદીના દાગીના તે લોકોને કર્ણાભાઇના ગાર્ડન રેસ્ટોરેન્ટ પાસે આપી દિધેલ હતાં.
જે વાતનું આરોપીને મનમા લાગી આવતા મોરબી રોડ પર બ્રહ્મણી પાર્કમાં રહેતાં તેમના ફઈના દિકરા હિતેષભાઈના ઘરે ઉતમ તથા મહેશ ઘસી જઈ ગઇ તા.08/08/2024 ના રાત્રીના સમયે ઝઘડો કરી ગાળો આપી હતી. ત્યારબાદ ભાઈ બીજના દિવસે રાત્રીના આઠેક વાગ્યે તેણી પરીવાર સાથે ઘરે હતી ત્યારે આરોપી ઉત્તમ શેરીમા ઉભો રહી ગાળો આપી સગાઇ તો તારે મારી સાથે જ કરવી પડશે નહીતર બહાર નીકળીશ તો જાનથી મારી નાખીશ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ હતો.
ત્યારબાદ મહેશ તેના બેન શ્રધાબેન અને તેના પત્ની મનીષાબેન ઘરે આવી ગાળો આપી લગ્ન ઉતમ સાથે જ કરવાનાં છે કહી ધાકધમકી કરી ઝઘડો કરતાં હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.