રોકડ રૂ.૨૫,૧૮૦/- સહિત કુલ કિં.રૂ.૫૭,૪૩૦/-ના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર ઓનલાઇન હારજીતનો જુગાર રમી-રમાડતાં કુલ-૦૪ માણસોને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી
હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.
સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા
સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે, વિશાલભાઇ વશરામભાઇ ડાંગર રહે.લંગાળા
તા.ઉમરાળા જી.ભાવનગરવાળા તેના કબ્જા-ભોગવટાની ભાવનગર, ઉમરાળા,ધોળા રેલ્વે સ્ટેશન રોડ,
કાનાભાઇ બચુભાઇની રહે.ધોળા તા.ઉમરાળા જી.ભાવનગરવાળાની દુકાનમાં એચ.એસ.ઓનલાઇન
માર્કેટીંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ
મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ
રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમાડી જુગારના
હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો
અખાડો ચલાવે છે. જેથી આ જગ્યામાં રેઇડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગરનાઓ પાસેથી વોરંટ
મેળવી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે મળી
આવેલ.તેઓ સામે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ
કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. વિશાલભાઇ વશરામભાઇ ડાંગર ઉ.વ.૨૬ રહે.લંગાળા તા.ઉમરાળા જી.ભાવનગર
2. મનીષભાઇ હમીરભાઇ ઘરજીયા ઉ.વ.૩૨ ધંધો-ઓપરેટર તરીકે રહે.બોરડી ( પીપરડી) તા.જી.બોટાદ
૩. મનીષભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ રહે.રામજી મંદિર પાસે, એસ.બી.આઇ. બેન્કની પાછળ,
ઘોળા જંકશન તા. ઉમરાળાજી. ભાવનગર4. અરવિંદભાઇ ભુપતભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૬ રહે.તાલુકા શાળા પાછળ, ધોળા જંકશન, તા. ઉમરાળા
જી.ભાવનગર
5. વિજયભાઇ રબારી (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોકડ રૂ.૨૫,૧૮૦/-
2. એલ.ઇ.ડી. સ્ક્રીન, કિ-બોર્ડ, માઉસ, સી.પી.યુ., પાવર કેબલ, સ્કેનર, થર્મલ રીસીપ્ટ પ્રિન્ટર
કિ.રૂ.૨૦,૦૦૦/-
૩. ચાંદી જેવી ધાતુના સિક્કાનું મશીન કિ.રૂ.૧,૫૦૦/-
4. ચાંદી જેવી ધાતુના સિક્કા નંગ-૧૭ કિ.રૂ.૦૦/-
5. નામ. ગુજરાત હાઇકોર્ટના હુકમ સહિતના કાગળોવાળી ફાઇલ કિ.રૂ.૦૦/-
6. બેનર, આધાર કાર્ડ, યંત્ર આઇ.ડી. કાર્ડ વિગેરે કિ.રૂ.૦૦/-
7. મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
8. જીયો કંપનીનું ફાયબર રાઉટર ચાર્જર કેબલ સહિત કિ.રૂ.૫૦૦/-
૭. ઇલેકટ્રીક બોર્ડ-૧ કિ.રૂ.૧૦૦/-
10.સી.સી.ટી.વી કેમેરા નંગ-૨ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૫૭,૪૩૦/-નો મુદ્દામાલ
ઓનલાઇન યંત્ર ઉપર જુગાર રમાડવાની એમ.ઓઃ-
એચ.એસ. ઓનલાઇન નામની ફ્રેન્ચાઇઝીમાં ઓનલાઇન યંત્રોનું વેચાણ કરવાના બહાને દુકાનમાં
ઓનલાઇન યંત્રોના ચિત્રો બતાવી ગ્રાહક રૂ.૧૧, રૂ.૨૨, રૂ.૩૩, રૂ.૪૪, રૂ.૫૫/- એમ અલગ-અલગ યંત્ર
ઉપર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે મંત્રોમાંથી કોઇ એક યંત્ર દર પાંચ મીનીટે ઓનલાઇન વિજેતા જાહેર
થાય.જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાની સામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે
રૂ.૧૧/- લગાડેલ હોય તો તેને લગાડેલ રૂપિયા ઉપરાંત રૂ.૯૯/- આપવામાં આવે છે. આમ, અન્ય ગ્રાહકોએ
લગાડેલ યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય. આ ગ્રાહકોને કોઇપણ પ્રકારનું યંત્ર કે સિક્કાઓ આપવામાં
આવતાં નથી કે કોઇ ગ્રાહકો યંત્ર કે સિક્કા ખરીદ કરવા માટે જતાં નહિ હોવાનું જણાય આવેલ. આ એક
પ્રકારનો વરલી મટકાના આંકડાને લગતો-મળતો જુગાર જણાય આવેલ. કારણ કે, વરલી મટકાના
જુગારમાં આંકડા જાહેર થાય અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિહ ગોહિલ હરિશ્ચંદ્રસિંહ દોલુભાh શૈલેષભાઈ ચાવડા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.