પતંગ લેવા જતાં બાળક ત્રીજા માળેથી પટકાયું
રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ખીજડાવાડી શેરીમાં રહેતો રૂદ્ર ઉમેશ ભટ્ટી (ઉ.વ.07) આજે સવારે પોતાના ઘરે એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે પતંગ ચગાવતો હતો ત્યારે પતંગ કપાઈને પતરામાં સલવાઈ હતી, જે પતંગ લેવા જતાં પતરું તૂટતાં રુદ્ર ત્રીજા માળેથી બીજા માળે પટકાયો હતો. જેને શરીરે ઇજા પહોંચી હતી. બનાવ અંગે જાણ થતાં તેના પિતા દ્વારા ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. સદનસીબે બીજા ધોરણમાં ભણતા રૂદ્રને માથાના ભાગે કોઈ ગંભીર ઇજા થવા પામી નથી પરંતુ માતાપિતાએ પણ હવે સતર્કતા દાખવી બાળકોને એકલા ધાબા પર પતંગ ચગાવવા ન મોકલવા હિતાવહ કહી શકાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.