ગાંધીનગરનાં માધવગઢ ગામના યુવાનને પતંગ ની દોરી વાગતા 20 ટાંકા આવ્યા
ઉત્તરાયણ આવતી હોય એટલે ચાઈના દોરી તેમજ અન્ય ધારદાર દોરીથી કેટલાય નિર્દોષ પશુ પંખી તેમજ કેટલાય વ્યક્તિઓનો જીવ જતો હોય છે આજે ઉત્તરાયણનાં દિવસે પણ એક દોરી વાગવાની ઘટના સામે આવી રહી છે જેમાં ગાંધીનગર તાલુકા નાં માધવગઢ ગામના યુવાનને પતંગની દોરી વાગતા ઈજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર માધવગઢ ગામમાં રહેતા નયનસિંહ અર્જુનસિંહ ચૌહાણ ઉંમર (16વર્ષ)તેમના કાકા સાથે બાઈક લઇ ચિલોડાથી પરત તેમના ગામ માધવગઢ આવી રહ્યા હતા વચ્ચે સાદરા ગામમાં બળિયાદેવ મંદિર પાસે આવતા જ પતંગની દોરી સીધી નયનસિંહનાં ગળે ભરાતા ગળાના ભાગે દોરી બેસી જતા સીધું લોહી વહેવા લાગતા તેના કાકા તાત્કાલિક બાઈક લઇ સાદરા સારવાર કેન્દ્ર પર લઇ ગયા હતા જ્યાં તાત્કાલિક ફરજ પરના ડોક્ટરે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા જણાવતા તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે લઇ જવામાં આવતા નયનસિંહને ગળાનાં ભાગે દોરી બેસી જતા ગળાનાં ભાગે 20 જેટલાં ટાંકા લેવામાં આવ્યા હતા જ્યાં તેની હાલતમાં અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.