10 મહિનાની બાળકી રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા મોત - At This Time

10 મહિનાની બાળકી રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા મોત


રાજકોટના આજીડેમ પાસે દેવકીનંદન સોસાયટી શેરી નં.5માં રહેતા બબનભાઈ મારૂની 10 મહિનાની દીકરી જાનવી ગઈકાલે સાંજે 7 વાગ્યે ઘરે રમતા રમતા કોઈ કારણોસર પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. જોકે પરિવારજનોએ બહાર કાઢી તો બેભાન થઈ ગઈ હતી. આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન ઇમરજન્સી વોર્ડમાં ખસેડી હતી. જોકે આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.