આગામી વર્ષાઋતુ ૨૦૨૪ ના પુર્વ આયોજન અંતર્ગત વરસાદી પાણીના ભરાવા તથા તેના કાયમી નિકાલ હેતુ તા:૨૦/૦૫/૨૦૨૪ ના રોજ કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજા ની
આગામી વર્ષાઋતુ ૨૦૨૪ ના પુર્વ આયોજન અંતર્ગત વરસાદી પાણીના ભરાવા તથા તેના કાયમી નિકાલ હેતુ તા:૨૦/૦૫/૨૦૨૪ ના રોજ કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજા ની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.જી.આલ , પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી નેશનલ હાઇવે રાજકોટ ડીવિઝન, મામલતદારશ્રી વેરાવળ શહેર અને ગ્રામ્ય તેમજ સિંચાઇ, માર્ગ મકાન, નગરપાલીકા વિગેરેના સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં વેરાવળ બાયપાસ પરની તાલાલા ચોકડી ખાતે થતા પાણીના ભરાવા તથા તેના કાયમી નિકાલ માટે ચર્ચા કરી લોકોને થતી જાનહની/નુકશાની અટકાવી શકાય તેવા હકારાત્મક અભિગમ સાથે કલેકટરશ્રી દ્રારા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જે મુજબ દેવકા નદીની કાંઠે આવેલ ખેતી વિષયક દબાણ આવેલ છે તે દુર કરવા તથા નદીની અંદર આવેલ ઝાડી, ઝાંખરા, બાવળ જેવા અવરોધો સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરવા સિંચાઇ વિભાગના અધિકારીઓને તાત્કાલીક કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી. આ જ પ્રકારે વેરાવળ શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીના નિકાસ માટે જુના વહેણ નો રૂટ નેશનલ હાઇવે બાયપાસથી નગરપાલીકા કમ્પોઝ યાર્ડ-વોર્ડ નં-૫-૬ મા ત્યારબાદ ખેતીની જમીનોમાં થઇ- ગોદરશા તળાવ થઇ ઉતરોતર દરિયાઇ ખાડી સુધી જતો જુનો વરસાદી પાણીનો વહેણ/માર્ગ પણ સુજલામ સુફલામ યોજના હેઠળ સમાવેશ કરી સફાઇ કરવા નગરપાલીકા વેરાવળ ને સુચના આપવામાં આવી. તદઉપરાંત વેરાવળ બાયપાસના નમસ્તે સર્કલથી સોમનાથ સર્કલ સુધી નેશનલ હાઇવેની બન્ને બાજુ પાણીના નિકાસને અવરોધ ઉભો થાય તે રીતે હાઇવે કાંઠાના કોમર્શીયલ/રેશીડેંશીયલ/સીમના એપ્રોચ રોડ જે જોગવાઇ વિરુદ્ધ પાણી અવરોધાય તે રીતે બનાવવામાં આવેલ છે તેવા આશરે ૪૨ જેટલા લોકેશન આઇડેંટીફાઇ કરવામાં આવેલ અને આવા તમામ અવરોધ/દબાણ ખુલ્લા કરવા સબંધિત વિભાગોની ટીમ બનાવી આગામી દિવસોમાં દુર કરવા સ્પષ્ટ સુચના આપવામાં આવેલ. તેમજ આવી મિલકતોના માલીકોને પણ આવી જગ્યાઓ પર મોટા પાઇપ મુકી પોત પોતાના એપ્રોચ રોડ પાણી ન અવરોધાય તે રીતે વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે. ઉક્ત તમામ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવા માટે સબંધિત તમામને તાકીદ કરી ભવિષ્યમાં આવા પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.