ચોમાસું આવ્યું સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ લાવ્યું - At This Time

ચોમાસું આવ્યું સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ લાવ્યું


*ચોમાસું આવ્યું સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ લાવ્યું*

*હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને પોરબંદરવાસીઓને રોગોથી બચવા માટે કર્યા મહત્વના સુચનો: વાદળછાયુ ભેજવાળું વાતાવરણ અસહ્ય ગરમી અને બફારો લોકોની પાચનશક્તિ મંદ પાડતા અનેક રોગોને આપે છે આમંત્રણ*

ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ઉપદ્રવમાં કુદકે ને ભુસકે વધારો થાય છે,ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદને લીધે કાદવ કિચડને ખરાબ પાણીના ખાડા ખાબોચિયાઓમાંથી પાણી ભરાઈ રહેતા હોવાથી જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ રોગને આમંત્રણ આપે છે.તેથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રોગોથી બચવા માટે મહત્વના સુચનો કરવામાં આવ્યા છે.
પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા પોરબંદરવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, અષાઢ,શ્રાવણ અને ભાદરવા આ ત્રણ મહિનામાં રોગ વધુ થતા હોય છે,અત્યારે વાદળછાયુ ભેજવાળું વાતાવરણ અસહ્ય ગરમી અને બફારો રહે છે.આ વાતાવરણમાં પાચનશક્તિ મંદ પડે છે.કાદવ કિચડને ખરાબ પાણીના ખાડા ખાબોચિયાઓમાંથી પાણી ભરાઈ રહેતા હોવાથી જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ રોગને આમંત્રણ આપે છે,એટલે આવા સમયમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે.આ ઋતુમાં જઠરાગ્ની મંદ થતા પાચનશક્તિ મંદ પડતા વાયુ,પિત્ત, અને કફ ત્રણેય દુષિત થાય છે,હવામાન ભેજવાળું થવાથી વાયરસ ફેલાવવાની ભીતિ પણ વધુ રહે છે,આથી ચોમાસાની ઋતુમાં તાવ,અપચો, અજીર્ણ ગેસ, કબજિયાત, ઝાડા-ઉલ્ટીની તકલીફો વધે છે, મેલેરિયા, કમળો, ટાઈફોડ જેવી બીમારીઓ પણ ફેલાઈ છે, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આવી ઋતુમાં રોગચાળો અટકાવવા માટેના પગલાં લેવા જોઈએ.તેમજ લોકોએ ગમે તેવું પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહી, પાણી ઉકાળીને, ક્લોરીનની ટીકડી વડે જંતુમુક્ત કરીને વાપરવું, પીવાના પાણીના માટલામાં ક્લોરીનની ટીકડી વાપરવી, વાસી દુધ,ખોરાક ખાવો નહી, જમતા પહેલા હાથ સાબુથી ધોવા, ગંદકીથી દુર રહેવું, સફાઈ રાખવી, ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણી દુર કરવા વગેરે સાવચેતી રાખવાથી પાણીજન્ય રોગચાળામાંથી બચી શકાય છે.
વરસાદમાં રોગચાળો ફેલાવવાનું એક મુખ્ય કારણ છેપ્રદુષિત પાણી, ખાસ કરીને જ્યારે પીવાના પાણી સાથે ડ્રેનેજ એટલે કે ગટરનું દુષિત પાણી ભળી જાય છે.ત્યારે જાતજાતના રોગોનો ખતરો વધી જાય છે.ખાસ કરીને ગેસ્ટ્રોએન્ટરાઇટીસ એટલે કે પેટનું કે આંતરડાનું ઇન્ફેક્શન થવાનો ભય ઘણો વધી જાય છે.ચોમાસા દરમિયાન ડાયેરિયા,કોલેરા,મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વધતું જાય છે.પ્રદુષિત પાણી પીવાથી થતા ડાયેરિયા બે પ્રકારના હોય છે,એક વાયરસને કારણે તથા બીજા બેક્ટેરિયાને કારણે ડાયેરિયા થાય છે.ચોમાસા દરમિયાન ડીસેન્ટરી નામનો રોગ થાય છે જે ડાયેરિયા કરતા વધુ ગંભીર છે. ડીસેન્ટરી રોગ પાછળ સીંગેલા નામક બેક્ટેરિયા જવાબદાર છે.આ કન્ડિશનમાં વ્યક્તિને તાવ આવે છે શરીરમાં કળતર થાય છે અને પાણી જેવો પાતળો મળ હોય પરંતુ મળ સાથે લોહી પડે છે આ પ્રકારના કોઈપણ લક્ષણ દેખાય ત્યારે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.ચોમાસા દરમિયાન કોલેરાનું પ્રમાણ કુદકે અને ભુસકે વધતું હોય છે પ્રદુષિત પાણીથી થતા રોગોમાં સૌથી ગંભીર અને જાન લેવા રોગ કોલેરા છે જે ખુબ જ જલ્દીથી ફેલાઈ જતો હોય છે.કોલેરામાં બેક્ટેરિયાથી થતો આ રોગ પીવાના પાણીમાં કોલેરાના પેશન્ટનું સ્ટુલ ભળી જવાથી ફેલાતો હોય છે આમ એ એક સાથે ઘણા બધા લોકોને ટાર્ગેટ કરી શકે શરીરમાંથી ચોવીસ કલાકની અંદર ૧૦ થી ૨૦ લીટર પાણી ઉલ્ટી કે મળ વાટે નીકળી જતું હોય છે તે ખુબ જ ગંભીર પરિસ્થિતિ છે જો આ દર્દીને જલ્દીથી સારવાર ન મળે તો તેને બચાવવું મુશ્કેલ બની જતું હોય છે આ રોગનું મહત્વ અને લક્ષણ એ છે કે એમાં મળ ભાતના ઓસામણ જેવો સફેદ અને પાતળો હોય છે. એ ડાયરિયા અને ડિસેન્ટરીનમાં મળનો રંગ પીળો હોય છે.જ્યારે કોલેરામાં સફેદ હોય છે આ લક્ષણ જાણતાની સાથે દર્દી તરત જ ડોક્ટર પાસે લઈ જવો ખુબ જરૂરી છે ચોમાસા દરમિયાન કમળાના રોગનું પ્રમાણ પણ વધતું જાય છે પ્રદુષિત પાણીને કારણે વ્યક્તિને થાય છે,તેના વિશે જણાવતા રામદેવભાઈ મોઢવાડિયા જણાવ્યું હતું કે,વાયરસ પહેલા પીવાના પાણી મારફતે આંતરડામાં જાય છે જેમાંથી લોહીમાં ભળી લીવર સુધી પહોંચે છે અને લીવરમાં ઇન્ફેક્શન કરે છે આ પ્રકારના કમળામાં યુરિનનો રંગ ડાર્ક યલ્લો થઈ જાય છે પેટમાં સખત દુખાવો અને ઉલટી જેવા પ્રોબ્લેમ થાય છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ચોમાસુ ઉનાળાની ગરમીથી રાહત આપે છે,તેમ છતાં સામાન્ય ફ્લુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, હિપેટાઇટિસ એ અને ઈ અને આંતરડાના ચેપ જેવા ઘણા રોગો પણ આ સમયગાળા દરમિયાન સપાટી પર આવે છે ચોમાસામાં થતી કેટલીક સામાન્ય બીમારીઓને આવરી લે છે. હવામાનમાં ફેરફારો અને શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે કોઈપણ વ્યક્તિ શરદી માટે સંવેદનશીલ બનાવી શકે છે.સામાન્ય શરદીએ વાઇરસને કારણે થાય છે જે નાક અથવા મો દ્વારા શરીરમાં પ્રવેશે છે.તેનાથી બચવા માટે લોકોએ ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ અને પાણીમાં નીલગીરીનું તેલ ઉમેરીને નિયમિત રીતે સ્ટીમ અને લેવું જોઈએ તે છાતીમાં ભીડને દૂર કરવા, માથાનો દુખાવો ઘટાડવા અને બળતરા ઘટાડવા માટે ગરમ પાણીથી સ્નાન કરવામાં મદદ કરે છે.ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાતા વાયરસને કારણે થાય છે.મચ્છરના કરડવાથી પણ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં ફેલાય છે.આ રોગથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને મચ્છર કરડવાથી બચવું, શરીરને ચાદરથી ઢાંકવું અને ઘરની અંદર અને આસપાસના વિસ્તારોની સ્વચ્છતા જાળવવી,ચોમાસા દરમિયાન મેલેરીયાના સૌથી સામાન્ય લક્ષણોમાં તાવ માથાનો દુખાવો થાય છે તબીબી સારવાર તરત જ કરાવી જોઈએ.ચોમાસા દરમિયાન ચિકનગુનિયાના પ્રમાણમાં પણ વધારો થાય છે,ચોમાસાની ઋતુ ચિકનગુનિયા માટે સૌથી ગંભીર સમયગાળો છે કારણ કે આ સમયમાં દરમિયાન મચ્છરોનો વિકાસ થાય છે અને વાયરલ વાઇરસ ફેલાવે છે લાંબી બાઈના કપડા પહેરવા જોઈએ. મચ્છરદાની ઉપયોગ કરીને દિવસના સમયે ઘરની અંદર રહીને ચિકનગુનિયાને અટકાવી શકાય છે ચિકનગુનિયાનો તાવ માટે સારવારના થોડા વિકલ્પો છે અને નિવારણ પદ્ધતિઓ મર્યાદિત છે સારવાર પ્રવાહીના સેવન આરામ અને પીડા નાશક દવાઓનો ઉપયોગથી લક્ષણોને દુર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોમાં પણ વધારો થાય છે ભારે વરસાદ અને પુરના કારણે પાણીના સ્ત્રોતો દુષિત થાય છે જેના કારણે કોલેરા ટાઇફોડ, હિપેટાઇટિસ એ અને ઈ અને અન્ય જોખમ વધે છે કોલેરા અને ટાઈફોડ દુષિત પાણી અને ખોરાક જોવા મળતા બેક્ટેરિયાને કારણે થાય છે હિપેટાઇટિસ એ અને એ બે પ્રકારના વાયરલ છે જે ખોરાક બનાવતી વખતે અસ્વરછ રીતે અથવા તો દુષિત ખોરાક ખાવાથી ફેલાય છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદરવાસીઓને ચોમાસા દરમિયાન થતા પાણીજન્ય રોગોથી બચવા માટે સુચનો કર્યા છે જેમાં ખોરાકની તૈયારીઓ વખતે અને ભોજન પહેલા હાથ ધોવા જોઈએ, સ્વચ્છ વાસણનો ઉપયોગ કરવો જોઈએ, સ્વચ્છ અને ઉકાળેલા પાણીનું સેવન કરવું જોઈએ, સ્ટ્રીટ ફુડ ખાવાનું ટાળવું જોઈએ, યોગ્ય રીતે અને આરોગ્યપ્રદ રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જોઈએ, વ્યક્તિગત અને પર્યાવરણીય સ્વચ્છતા જાળવવી જોઈએ, યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ તેમજ શાકભાજી અને ફળો ગરમ પાણીથી સાફ કરીને ઉપયોગમાં લેવા જોઈએ જેથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી બચી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.