ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૫૭૬ કિ.રૂ.૧૨,૫૦,૪૬૦/- સહિત કુલ રૂ.૧૬,૬૧,૪૬૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મરૂન કલરના કેબીનવાળા કાઠીયાવાડી ટ્રાન્સપોર્ટ બોર્ડ મારેલ આયશર રજી.નંબર-GJ-10-TT-8546 વાળા આયશરમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી ઉમરાળા તરફથી આવી રહેલ હોવાની મળેલ માહિતી આધારે લાખણકા ગામના ઢાળ પાસે આયશર ગાડીની વોચમાં રહેતાં ઉપરોકત આયશરમાંથી નીચે મુજબનાં આરોપી તથા ભારતીય બનાવટનાં ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ/પંજાબ ઓન્લી લખેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*આરોપીઃ-*
1. છગનલાલ મનુ પટેલ ઉ.વ.૩૩ રહે.જોલવાટ તા.બાગીદોરા જી.બાંસવાડા રાજસ્થાન
2. યોગેશભાઇ ચેલારામ રાજાઇ રહે.ભાવનગર (પકડવાનાં બાકી)
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૩૬૦ (પેટી-૩૦) કિ.રૂ.૧૦,૮૦૦૦/-
2. મેજીક મોમેન્ટ ગ્રીન ફ્લેવર્ડ વોડકા બોટલ નંગ-૧૩૩૨ (પેટી-૧૧૧) કિ.રૂ.૪,૩૯,૫૬૦/-
3. મેકડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી બોટલ નંગ-૩૦૦/- (પેટી-૨૫) કિ.રૂ.૧,૧૨,૫૦૦/-
4. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૩૬૦ (પેટી-૩૦) કિ.રૂ.૧,૮૭,૨૦૦/-
5. રોયલ સ્ટેગ પ્રિમિયમ વ્હીસ્કી બોટલ નંગ- ૩૬૦ (પેટી-૩૦) કિ.રૂ.૧,૪૪,૦૦૦/-
6. ગ્રેવીટી ગ્રીન ફલેવર્ડ વોડકા બોટલ નંગ-૮૬૪ (પેટી-૭૨) કિ.રૂ.૨,૫૯૨૦૦/-
7. મરૂન કલરનું આયશર રજી.નંબર-GJ-10-TT-8546 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
8. મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- વિગેરે મળી *કુલ રૂ.૧૬,૬૧,૪૬૦/-નો મુદ્દામાલ*
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, નીતિનભાઇ ખટાણા, શક્તિસિંહ સરવૈયા, ભોજુભાઇ બરબસીયા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.