ગો સેવા આંદોલન મહેસાણા વિભાગ અને ઓમ ગૌશાળા કમાલપુર(ધીણોજ) દ્વારા ‘શ્રી સુરભી મહાયજ્ઞ અને ગો સંત સંમેલન’ નું આયોજન - At This Time

 ગો સેવા આંદોલન મહેસાણા વિભાગ અને ઓમ ગૌશાળા કમાલપુર(ધીણોજ) દ્વારા ‘શ્રી સુરભી મહાયજ્ઞ અને ગો સંત સંમેલન’ નું આયોજન


અને ગો સંત સંમેલન’ નું આયોજન   

 

વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા નવા આવિષ્કારો કર્યા. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી. પણ પછી તેના વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ખુબ જ પરેશાની કરી દીધી છે. તેનાથી વિશ્વની સમગ્ર માનવજાત ઉપર જે સંકટના વાદળો છવાયા છે, તેણે માનવ જાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો કર્યો છે . 21 મી સદીમાં પર્યાવરણનો વિનાશ એ મોટી વિકરાળ સમસ્યા બની ગઈ છે ત્યારે ગૌ રક્ષા અને ગૌ સેવા એ મોટો પ્રશ્ન બન્યો છે. ગાય આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.

આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે, પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. જન્મ દેનાર માતા તો એક – બે વર્ષ જ પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવે છે જયારે ગૌમાતા તો આખી જિંદગી મનુષ્ય જાતિને પોતાનું દૂધ પીવડાવી તેના પર ઉપકાર કરે છે. પરમ ઉપકારી ગૌમાતાનો પૂજનનો ઉત્સવ એટલે તા. 22 જાન્યુઆરી, રવિવારનાં રોજ મહેસાણાનાં ગામ કમાલપુર ખાતે ‘શ્રી સુરભી મહાયજ્ઞ ગો સંત સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધજા રોહણ,ગો એગ્રીકલ્ચર એન્ડ ગો ઈકોનોમી, ભારતીય ગાય અને આરોગ્ય, ઉત્પાદન વેચાણ કેન્દ્રની મુલાકાત, પરંપરાગત ખેતીના સાધનોનું પ્રદર્શન, ગાય પૂજા - ગાય આરતી - 108 કુંડી મહાયજ્ઞ, ગોમયા ભોજન પ્રસાદ (ગાય આધારિત જૈવિક ખેતીમાંથી ઉત્પાદિત/રાંધવામાં આવે છે) નું આયોજન છે.

સૌ ગોપ્રેમી ભાઈઓ અને બહેનોને આ પરિષદમાં પરિવાર સાથે હાજરી આપવા ઓમ ગૌશાળા કમાલપુર(ધીણોજ) તથા ગૌ સેવા ગતિવિધિ (મહેસાણા વિભાગ) દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે. એક દિવસ ગોમાયાનાં વાતાવરણમાં રહીને આનંદ કરવા અને ગૌમાતાની કૃપાથી કંઈક નવું શીખવા મહાયજ્ઞમાં પધારવા સૌ ને વિનંતી કરાઈ છે. 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.