યાજ્ઞિક રોડ સબ રજીસ્ટાર કચેરી ખાતે કારમાં આગ ભભૂકી: અફરાતફરીનો માહોલ
યાજ્ઞિક રોડ સબ રજીસ્ટાર કચેરી ખાતે કારમાં આગ ભભૂકી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર માલીક ભાવેશભાઈ જેસીંગભાઈ રાઠોડએ જણાવ્યું કે, તેઓ નિર્માલા રોડ પર અંજલી રેસ્ટોરન્ટ નામે વેપાર ધંધો કરે છે. આજે સવારે 11 વાગ્યા આસપાસ તેઓ યાજ્ઞિક રોડ પર આવેલ સબ રજીસ્ટાર કચેરી ઝોન 3 ખાતે દસ્તાવેજ નોંધણીનાં કામ અર્થે પોતાની જીજે 03 જેઆર 0111 નંબરની ક્રેટા કાર લઈને ગયા હતા.
કાર રજીસ્ટાર કચેરીના ગ્રાઉન્ડમાં પાર્ક કરી હતી. થોડી વારમાં જ અચાનક કારનું પાછળનું વ્હીલ સળગવા લાગ્યું હતું. તેમણે તુરંત ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો અને રજીસ્ટાર કચેરીમાં રાખેલા ફાયર એક્ઝીગ્યુસર વડે આગ ઠારવા પ્રયાસ કરેલો પણ ફાયર એક્ઝીગ્યુસર ચાલ્યું નહોતું. જેથી આગ વધુ પ્રસરી ગઈ હતી.
આ તરફ ફરી બ્રિગેડના જવાનો બલદેવભાઈ, કેતનભાઈ, નાજુભાઈ, રાજેન્દ્રભાઈ, અજયભાઇ વગેરે દોડી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી જોકે ત્યાં સુધીમાં આગમાં કાર ખાખ થઈ ગઈ હતી. કાર સાથે ગાડીના દસ્તાવેજ પણ અંદર જ રહી ગયા હોય સળગી જવા પામ્યા હતા. કાર માલિકે જણાવ્યું કે, સબ રજીસ્ટાર કચેરીના ફાયર સાધનો સમયસર કામ આવ્યા નહોતા. કારના ટાયર પાસે વૃક્ષના સૂકા પાંદડા પડ્યા હોય, તેમાં કોઈએ સળગતી સિગારેટ બીડી નાખી હોય અને નાના સ્વરૂપે લાગેલી આગે મોટુ રૂપ લીધું હોય તેવું અનુમાન
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.