ધંધુકા ઇસ્કોન સત્સંગ સભામાં ગૌમાતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાનનું સન્માન કરાયું. - At This Time

ધંધુકા ઇસ્કોન સત્સંગ સભામાં ગૌમાતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાનનું સન્માન કરાયું.


ધંધુકા ઇસ્કોન સત્સંગ સભામાં ગૌમાતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાનનું સન્માન કરાયું.
બરવાળા ના સાળંગપુરથી ૧ લી જુલાઈએ નીકળેલી યાત્રા 80 ગામોના 400 કિ.મી ફરી ધંધુકામાં પુર્ણાહુતિ કરાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ઇસ્કોન સત્સંગ સભામાં બોટાદ જિલ્લાના બરવાળા પાંજરાપોળના પ્રમુખ દીપક રાણપુરા અને દિપક ફાઉન્ડેશન આયોજિત ગૌમાતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાન નું સન્માન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના બરવાળા પાંજરાપોળના પ્રમુખ દીપક રાણપુરા અને દિપક ફાઉન્ડેશન આયોજિત ગૌમાતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાનથી ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે બરવાળા તાલુકાના સાળંગપુર અને રેફડા ગામેથી પહેલી જુલાઈ એ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી દ્વારા કેસરી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું દીપક રાણપુરા સતત 400 કિમી ગામે ગામે પદયાત્રા કરી ધંધુકા બરવાળા અને રાણપુર તાલુકાના ગામડાઓમાં ગૌમાતા પોષણ અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને જાગૃત કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પદયાત્રા ત્રણે તાલુકા ના 80 ગામડાઓના 400 કિમી ફરી ધંધુકા આવી પહોંચતા બરવાળા પાંજરાપોળના પ્રમુખ દીપક રાણપુરાનું ધંધુકા ઇસ્કોન સત્સંગના સંચાલક નટુભાઈ આંબલીયા તથા હોમગાર્ડ કમાન્ડર તથા ધંધુકા જૈન સંઘ તથા કાપડ રેડીમેટ યુનિયન હોદ્દેદારો તથા ધંધુકા જન કલ્યાણ ટિફિન સેવા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિપક રાણપુરાએ ગાયનું મહત્વ સમજાવ્યું હતું તેમજ પ્રાકૃતિક ખેતી શા માટે તે વિસ્તાર થી સત્સંગ સભામાં સમજાવ્યું હતું ગૌમાતા પોષણ અને પ્રાકૃતિક ખેતી પદયાત્રા દરમિયાન ગામડે ગામડે ખેડૂતો પાસે સંકલ્પ લેવડાવ્યા હતા અને સંકલ્પ પત્ર ભરાયું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.