રાજકોટ મનપામાં હંગામી લાયસન્સ માટે ફટાકડાના 80 ધંધાર્થીઓએ અરજી કરી, કરોડો રૂપિયાના ફટાકડા વેચાય તેવી શક્યતા - At This Time

રાજકોટ મનપામાં હંગામી લાયસન્સ માટે ફટાકડાના 80 ધંધાર્થીઓએ અરજી કરી, કરોડો રૂપિયાના ફટાકડા વેચાય તેવી શક્યતા


રાજકોટમાં દિવાળીની ચમક દેખાવા લાગી છે અને લોકોનો ઉત્સાહ પણ આતશબાજીની જેમ થનગનવા લાગ્યો છે ત્યારે આ વર્ષે પણ કરોડો રૂપિયાના ફટાકડા વેંચાય તેવું લાગે છે. આથી રાજકોટની ફટાકડા બજાર મોટા ધંધા માટે સજજ બની રહી છે.

મ્યુનિ. કોર્પોરેશનની ફાયર શાખામાં દર વર્ષે ફટાકડાનો ધંધો કરવા માંગતા વેપારીઓ હંગામી લાયસન્સ માટે અરજી કરે છે અને એનઓસી મેળવે છે. સ્થળ પર આગ લાગે તો આગ બુઝાવવાના સાધનો પણ જરૂરી હોય છે. આવી સુવિધા ચકાસ્યા બાદ ફાયર બ્રિગેડ હંગામી લાયસન્સ આપે છે. અત્યાર સુધીમાં કોર્પો.ની ફાયર બ્રાંચમાં આવા 80 વેપારીઓએ લાયસન્સ માટે અરજી કરી દીધી છે. હજુ ઘણી અરજીઓ આવી રહી છે જેની સ્થળ તપાસ બાદ મંજૂરી આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.