લીલીયા મોટા ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ. - At This Time

લીલીયા મોટા ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ.


લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે તા.૨૧ જૂન, ૨૦૨૪ (શુક્રવાર) ના રોજ ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા ઉદ્દેશ્ય સાથે લીલીયા મોટા તેમજ લીલીયા તાલુકા ના વિવિધ ગામો માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરમ્યાન યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આજ રોજ યોગ દિવસ નિમિતે લીલીયા મોટા ની તાલુકા પંચાયત કચેરી ના ગ્રાઉન્ડ માં સરકારશ્રી ની સૂચના અનુસાર તાલુકા પંચાયત કચેરી ના પટ આગણ માં લીલીયા તાલુકાના યોગ કોચ કમળાબેન ભરતભાઈ હેલૈયા દ્વારા વિવિધ યોગ કરાવવા માં આવેલ આ તકે લીલીયા ઈન.મામલતદાર પંકજ બારૈયા,ના.માં.વિપુલભાઈ મહેતા.ના.માં.આશિષ ગોસાઈ.TDO તુષાર રાદડિયા, PSI.એસ.આર ગોહિલ, ડો કેતન કાનપરીયા, ડો તોમર, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુડાભી,મહામંત્રી જીગ્નેશ સાવજ, ભરતભાઈ હેલૈયા,હિતેશ પરમાર,સહિત
શિક્ષક ગણ,પોલીસ કર્મી, હોમગાર્ડ,જી.આર. ડી જવાન ICDS સ્ટાફ,આંગણવાડી ના બહેનો,સહિત તમામ વિભાગ ના કર્મચારી ગણ ઉપસ્થિત રહેલ આ તકે યોગ ટ્રેનર તથા યોગ સાધકો મોટી સંખ્યા માં હાજર રહેલ આ તકે યોગ કોચ દ્વારા તમામ અધિકારી પદાધિકારી ગણ નો આભાર માન્યો હતો અને બધા નિરોગી રહો અને યોગ ને સહકાર આપવા સંકલ્પ લેવરાવ્યો હતો તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.