સહકાર ભારતીના પ્રદેશ કાર્યકર્તાઓ પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા માં ઠાકરના દર્શને
(કનુભાઈ ખાચર દ્વારા )
સહકાર ભારતી ગુજરાત દ્વારા પ્રદેશકક્ષાનું છઠું અધિવેશન પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદ મુકામે તારીખ 19 20 ઓક્ટો.2024 ના રોજ યોજાવાનું નક્કી થયેલ છે.જે અનુસંધાને સહકાર ભારતી ના પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ પટેલ તથા હરેશભાઈ બોરીસાગર સહકારી આગેવાન તથા જીવણભાઈ ગોલે સંગઠન પ્રમુખ સહકાર ભારતી ગુજરાત પ્રદેશ તથા પિનાકીનભાઈ વિઠલાણી ખજાનચી સહકાર ભારતી ગુજરાત પ્રદેશના આગેવાનોએ પાળીયાદ જગ્યામાં ઠાકરના દર્શન કરી બણકલ ગૌશાળા ની મુલાકાત લઇ વિન્ટેજ કાર કલેક્શન જોઈ અશ્વશાળા ની મુલાકાત કરી જગ્યામાં થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી મેળવી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પરમ પૂજ્ય શ્રી ભયલુબાપુના દર્શન કરી પૂજ્ય બાપુએ આવેલ મહેમાનું ઠાકરની છબી આપી શાલ ઓઢાડી સન્માન કરેલ ત્યારબાદ બોટાદ ખાતે આવેલ શ્રી રામ સેવા સહકારી મંડળીમાં મીટીંગ 3 વાગ્યે મળી જેમાં બોટાદ જિલ્લાની સેવા/ ક્રેડિટ તથા અન્ય સહકારી આગેવાનો 50 ઉપરાંત હાજર રહ્યા હતા. સહકાર ભારતી ના સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ દ્વારા સહકાર ગીતથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સહકાર ભારતી ના પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ પટેલે જણાવ્યું કે સહકાર ભારતીય ના માધ્યમથી આપણે સૌ એક મિશન સાથે કામ કરી રહ્યા છીએ સમાજના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળી નિષ્ઠા થી કામ કરતા રહીએ સહકાર ભારતી ના પ્રદેશ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે કાર્યકર્તાઓને સામુહિક રીતે સક્રિય થઈ કામ કરવા હાકલ કરેલ
સહકાર ભારતી ના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ ના અધ્યક્ષતા માં સહકાર ભારતી ના બોટાદ જિલ્લા પ્રમુખ શ્રી ભુપતભાઈ ધાધલે સૌને આવકાર્યા અને આ કાર્યક્રમમાં હરિરામ બાપુ તથા મયુરસિંહ ભાટી તથા કાર્યકર્તા તેમજ સહકાર ભારતી મહિલા સેલ ના જિલ્લા પ્રમુખ નયનાબેન સરવૈયા તથા શહેર પ્રમુખ તેમજ ભા. જી. સંધ ના ઉપાધ્યક્ષ નીપાબેન મહેતા તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.