બે નિરાધાર બાળકોની વાહરે આવતું અમેરિકા નું દંપતી…
*બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના બે નિરાધાર બાળકોનો આધાર બની શિક્ષણ સાથે તમામ જવાબદારી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવતુ અમેરીકાના ઓસ્ટીન ટેક્સાસનું દંપતિ.....*
ઘણી વખત કુદરતની કૃરતા અને વિધિની વક્રતા ખૂબજ બિહામણાં દ્શ્ય સર્જતી હોય છે તો એજ કુદરત કોઈને દેવદૂત બનાવી માનવતાની મહેક પ્રસરાવતુ હોય છે હા આવું જ દ્રશ્ય બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા શાળામાં બન્યું કે ધોરણ -3 માં અભ્યાસ કરતાં રોહિત અને ધોરણ -6 માં અભ્યાસ કરતાં ભાવેશ નામનાં બે સગા ભાઈઓએ માત પિતાની છત્રછાયા ગુમાવી હતી કુમળા ફૂલ જેવાં આ બે બાલુડા નાની ઉંમરમાં નિરાધાર બન્યાં હતાં વાત સાંભળીએ તો પણ રડવું આવે એવી કરુણ પરિસ્થિતિ વચ્ચે શાળા પરિવાર સતત આ બન્યે બાળકો માટે હુંફ બની રહ્યોં પણ કાયમ આ બાળકોની જવાબદારી સંભાળે એવી વ્યવસ્થા કરવી જરુરી હોય માટે એમના જ વતનના અને લીંબડિયા પરિવારની વાડીમાં રહીને મજુરી કરનાર સુખરામભાઈ અને તેમના પત્ની જનુબેન શાળા પરિવારની વાત વિચાર અને લાગણી થકી આ બન્ને બાળકોના પાલક માતા પિતા બની માનવતાની મિશાલ કાયમ કરી ધન્ય છે આ ભીલ દંપતિને
શાળા પરિવારના હૈયામાં ટાઢક થઈ કે હાશ હવે આ બાળકો મોટા થઈ જશે પ્રવીણભાઈ ખાચર સાથે સૌ સારસ્વતોએ પોતાનાથી બનતી સહાય શરું કરી જરુરી કપડાં,સ્ટેશનરી,અને જીવન જરૂરિયાતની વસ્તૂઓ આપતાં આમ આ બે બાળકોને બીજા બાળકો જેમ જ બધી સુવિધા મળવા લાગી મૂળમાં તો માણસ તરીકેની સંવેદના વાંસળી બની મધુર સુર વહાવતી હતી
જ્યારે તમારી ભાવના ઉદ્દાત અને કોઈને મદદ કરવાની હોય ત્યારે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આવતો જોયો છે અનુભવ્યો છે બસ આવું જ થયું સતત શાળામાં સૌ સારસ્વતોના સહિયારા પુરુષાર્થથી અનેકવિધ મૂલ્ય લક્ષી અને ઈનોવેટિવ પ્રવૃત્તિઓ કરતા પ્રવીણભાઈ ખાચર સાથે એક મોટો સમુહ મૈત્રી,લાગણી અને સ્નેહથી જોડાયેલો છે પ્રવીણભાઈ ખાચરના પી.ટી.સી વખતના સહપાઠી તથા *મૂળ વતન રાજકોટ અને હાલ Austin Texas, America* સ્થિત *શ્રીમતી હિરલબેન મનિષભાઈ પટેલ* ખૂબ દિલેર અને સેવા સમર્પિત પરિવાર અનાયાસે સંવાદ થાય ત્યારે તેઓ ચાચરિયા શાળાની અનેકવિધ સંસ્કાર,શિસ્ત અને મૂલ્યલક્ષી પ્રવૃતિઓ અને શિક્ષણ માટે પોતાનો રાજીપો વ્યક્ત કરે અને શિક્ષક તરીકેની કામગીરીને દિલથી બિરદાવે હિરલબેન એક સફળ બિઝનેસ વુમન પણ મૂળ જીવ શિક્ષકનો ઘડતરનો અને કેળવણીનો સૌરાષ્ટ્રના રાજકોટના મૂળ વતની એટલે ગુજરાતી ધબકાર અને સેવા,સંવેદના અને સંસ્કાર સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે હિરલબેન અને મનિષભાઈ અવારનવાર રોબીનહુડ આર્મિ થકી અનેકવાર ભૂખ્યા ગરીબ લોકોને ભોજન આપવાનું કામ કરતાં રહ્યાં છે વિદેશની ધરતી પર રહ્યાં છતાં ભારતીય સંસ્કાર અને ગુજરાતી દિલેર ધબકાર લોહીમાં એટલે કાયમ કે પ્રવીણભાઈ મારા જેવી નાની મોટી સેવા હોય તો કહેજો મારા બે સંતાનોને હું માનવતા અને સેવાના પાઠ શિખવી શકીશ આવા ઉદગાર સદા રહે બસ અનાયાસે આ બાળકો વિશે પ્રવીણભાઈ સાથે વાત થઈ અને એક મિનિટનો વિચાર કર્યાં વગર હિરલબેને આ બે ભીલ બાળકોને શિક્ષણ માટે દત્તક લઈ એમની જવાબદારી સંભાળી માનવતાની મહેક પ્રસરાવી દિધી ધન્ય છે આ પટેલ દંપતીને કે જે સરહદની પેલે પાર હોવા છતાં માનવતા અને સંવેદનાના દિવા પ્રગટાવી ગયાંnખરા અર્થમાં આ દંપતિ બાળકો માટે દેવદૂત બની આવ્યું અને દિવાળી પહેલા શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના આ બે ભૂલકાંઓના જીવન અજવાસી બન્યાં ધન્ય છે.
ગઈ કાલે શાળા પરિવારની હાજરીમાં તથા આ બાળકોના પાલક માતા પિતા તરીકેની જવાબદારી સંભાળતા સુખરામભાઈ ભીલની ઉપસ્થિતિમાં બન્ને બાળકો માટે સરહદની પેલે પારથી સંવેદના અને મદદની સરવાણી વહાવતા હિરલબેન મનિષભાઈ પટેલ દ્વારા બન્યે બાળકો માટે કપડાં અને જરુરી વસ્તુઓની સહાય માટે પ્રારંભિક દસ હજાર રૂપિયાની માતબર રકમની વિવિધ કીટ આપવામાં આવી જેમાં.
ત્રણ મહિના ચાલે એટલી અનાજ,કરિયાણા,નાસ્તા ની સંપુર્ણ બે કીટ આપી જરૂરી તમામ વસ્તુઓ આ બે બાળકોને આપી ખરાં અર્થમાં દિવાળીના પર્વ પહેલાં માનવતાના દિવા પ્રગટાવ્યા
રિપોર્ટર:-માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.