વિરપુરમાં રસનુ વેચાણ કરનાર વેપારીઓ સામે ફુડ વિભાગનુ ચેકીંગ... - At This Time

વિરપુરમાં રસનુ વેચાણ કરનાર વેપારીઓ સામે ફુડ વિભાગનુ ચેકીંગ…


મહિસાગર જિલ્લાના વિરપુરમા ઠેર ઠેર કેરીનો રસ વેચતી હાટડી ધમધમી રહી છે બજારમાં કેરી ૨૦૦ રૂપિયે વેચાઇ રહી છે. ત્યારે કેટલીક હાટડીઓ માત્ર ૮૦ થી ૧૨૦ રૂપિયે કિલો કેરીનો રસ વેચાઇ રહ્યો છે. જેમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદનો આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ સપાટો બોલાવીને ૧૨ વધુ એકમો તપાસ કરીને ૬ હાટડીઓમાંથી કેરીના રસના નમુના લઇને તપાસ માટે લેબોરેટરી મોકલ્યા છે ૭૫ કિલોથી વધુ બિન આરોગ્યપ્રદ કેરીના રસને ઢોળી દઈ નાશ કર્યો હતો વિરપુર બસ સ્ટેશન સહિત વિસ્તારોમાં કેરીના રસની હાટડીઓ ઠેર ઠેર જોવા મળી રહ્યી છે જો કે કેરી રસ, બરફ,સુગર સીરપ અન્ય વસ્તુઓ તથા પપૈયાનો રસ વધુ જોવા મળે છે. જે અંગે ફરિયાદો ઉઠવા પામતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી જઇને વિરપુરમા ચાલતી કેરી રસની હાટડીઓ અને કરીયાણાની દુકાનો પર સપાટો બોલાવ્યો હતો ૧૫ વધુ હાટડીઓ તપાસ કરી હતી જેમા હાટડીઓમાંથી કેરીના રસના નમુના લઇને તપાસ માટે લેબોરેટરી મોકલી આપ્યાં છે જ્યારે ફુડ વિભાગના દરોડાને લઈને વિરપુરના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહયો છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.