વિહળધામ પાળિયાદમાં ઐતિહાસિક અવસર’
"વિહળધામ પાળિયાદમાં ઐતિહાસિક અવસર'
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર અને પાંચાળની પ્રસિધ્ધ દેહાણ જગ્યા પાળિયાદ ખાતે એક ઐતિહાસિક અવસર સંપન્ન થયો.
વિહળધામ પાળિયાદના પ્રેરક, માર્ગદર્શક અને સંચાલક અને અખીલ ભારતીય સંત સમિતિના સદસ્ય પરમ આદરણીય ભયલુબાપુના સ્નેહ, આવકાર અને સનાતન સંસ્કૃતિના વ્યાપ સાથે અનન્ય સેવાકીય પ્રવૃતિઓ થકી અભિભૂત થયેલાં અને ગુરુ નાનકદેવજીના વંશજ અને ભવ્ય શીખ પરંપરાનું વહન કરતાં પરમ આદરણીય શ્રી જથેદારબાબા હરજીતસિંગ રસુલપર અયોધ્યારામ મંદિર લંગરવાલા સાથે 25 થી વધુ નિહંગ સંતો પાળિયાદ પધાર્યાં હતાં અને આગલાં 100 વર્ષમાં માત્ર 3 વાર થયો છે એવો ભવ્ય અને દિવ્ય ચંડીયજ્ઞ નાનકદેવજીના વશંજ સંતો દ્વારા પાળિયાદ જગ્યામાં સંપન્ન થયો...સનાતનના રક્ષણ અને સંરક્ષણ સાથે માનવકલ્યાણ,સેવા,સમભાવ, વિશ્વશાંતિ અને રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.
આ રુડાં અવસરે પૂજ્ય શ્રી નિર્મળાબા અને આદરણીય ભયલુબાપુ સાથે પાળિયાદ જગ્યા માટે જેમને ખૂબ આદરભાવ અને શ્રધ્ધા છે એવા માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રુપાલા સાહેબ તથા બોટાદ ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો સાથે અનેક મહાનુભાવોની સવિશેષ ઉપસ્થિત રહી હતી. સૌએ ઐતિહાસિક ઉપક્રમનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી...
એકબાજુ છેલ્લા આઠ દિવસથી વિહળધામના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુની 14 વર્ષ પછી 'પાળિયાદ ઠાકરની પધરામણી બોટાદના આંગણે" ભવ્ય દિવ્ય અને ઐતિહાસિક રીતે થઈ રહી છે ત્યારે આવી ક્ષણો સાથે વિહળધામમા આવા ભવ્ય ઐતિહાસિક યજ્ઞ સંપન્ન થતાં વિહળ પરિવાર ધન્યતા અનુભવી રહ્યોં છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.