ભાસ્કર ખાસ:ટાઇમ કિડ ઑફ ધ યર-2024; માધવીએ પ્રદૂષક તત્ત્વો સામે કાયદો બનાવ્યો જ્યારે શાન્યાનું ડિવાઇસ આગ લાગે તે પહેલાં એલર્ટ કરશે - At This Time

ભાસ્કર ખાસ:ટાઇમ કિડ ઑફ ધ યર-2024; માધવીએ પ્રદૂષક તત્ત્વો સામે કાયદો બનાવ્યો જ્યારે શાન્યાનું ડિવાઇસ આગ લાગે તે પહેલાં એલર્ટ કરશે


આગની દુર્ઘટના બને તે પહેલા ડિવાઇસ એલર્ટ કરશે જ્યારે સ્કિન કેન્સરની સારવાર સાબુની મદદથી થશે. 11-15 વર્ષનાં બાળકોએ. ટાઇમ મેગેઝિને આવા જ નવીનતમ વિચારવાળાં 6 બાળકને ‘ટાઇમ કિડ ઑફ ધ યર-2024’ માટે પસંદ કર્યાં છે. જેમાં ભારતીય મૂળની માધવી ચિત્તુર (12), અને શાન્યા ગિલ (13)નો સમાવેશ થાય છે. જાણો તેમના વિશે વિસ્તારમાં... માધવીનું મિશન...નુકસાનકારક કેમિકલ બેન કરાવવું, યુવા પેઢીને જાગૃત કરવી
માધવીએ પહેલીવાર 6 વર્ષની ઉંમરમાં ઝેરી કેમિકલ્સ વિશે જાણ્યું હતું. જેનો સફાઇકામની વસ્તુ, પેઈન્ટ અને ફાયર ફાઈટિંગ ફોમમાં ઉપયોગ થાય છે. જેનાથી કેન્સર અને ઇમ્યુનિટીની સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. 2021માં માધવી તેની માતા સાથે સેનેટર લિસા કટરને મળી હતી. માત્ર 1 વર્ષમાં જ જાણી સમજીને મેળવેલા કેમિકલ ઉપર બેન લગાવવા માટેનું બિલ રજૂ કરી દીધું હતું. રજાઓમાં ભારત આવેલી માધવીએ બાળકોને ચેન્નઇમાં સમુદ્ર કિનારો સાફ રાખવા અને પ્રદૂષણથી લડવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. શાન્યાનું ઇનોવેશન : 2 મિનિટ માટે માનવ ચહલપહલ ના થાય તો એલર્ટ પહોંચી જશે
વાત 2020ની છે, ઘરની પાછળ એક રેસ્ટોરન્ટમાં ફાયર એલાર્મ યોગ્ય ન હોવાને કારણે તેમાં આગ લાગી હતી. જેમાં ઘરને પણ ખાસ્સું નુકસાન થયું હતું. જેથી શાન્યાની માતા એટલી હદે ડરી ગઇ હતી કે ગેસ બંધ કર્યા પછી પણ બર્નર ચેક કરતી હતી. ત્યારે જ શાન્યાએ આવું ડિવાઇસ બનાવવા વિશે વિચાર્યું હતું જેથી આગ લાગે તે પહેલાં જ જો એલર્ટ મળી જાય . શાન્યાના ડિવાઇસમાં થર્મલ કૅમેરો છે. જો ગેસ લીક થઇ રહ્યો છે અને 2 મિનિટમાં માનવ ચહલપહલ ના જોવા મળે તો સંભવિત આગની ચેતવણી યુઝરને એલર્ટ મેસેજ મળે છે. હેમેનનો સાબુ સ્કિન કેન્સરની સારવારમાં મદદ કરશે
​​​​​​​હેમેન બેકેલ (15) : કેન્સર સામે લડનાર રસાયણોને મેળવીને સાબુ બનાવ્યો છે.
ડોમિનિક પેકોરા (15) : ગરીબ બાળકોને સાઇકલ અપાવે છે.
જૉર્ડન સુકાટો (15) : પેટ્સનેે પગરખાં અપાવે છે.
કીવોન વુડાર્ડ (11) : સાંભળવામાં અક્ષમ છે. સીરિયલ અને ફિલ્મમાં એવાં જ (બહેરા) પાત્ર ભજવે છે, જેથી લોકોને પોતાની દુનિયાથી પરિચય કરાવી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.