રાજકોટની ઝનાના હોસ્પિટલમાંથી 4 વર્ષનો બાળક સ્વસ્થ થતા રજા અપાઈ, 2 પોઝિટિવ સહિત 8 દર્દીઓ સારવાર હેઠળ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાઇરસનો કહેર જોવા મળી રહ્યો હતો. જેની સાથે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસોમાં વધારો થયો હતો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી નવા શંકાસ્પદ કેસોની સંખ્યા નહિવત છે. અને દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી રહી છે. ત્યારે વધુ એક 4 વર્ષનો બાળક સ્વસ્થ થતા તેને જનાના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અને હાલ માત્ર 8 દર્દીઓ ચાંદીપુરા વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.