ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સરાહનીય કામગીરી
જરૂરિયાતમંદ પરિવારો તહેવારોની ઉજવણી કરી શકે માટે જાહેર રજાના દિવસે પણ વાજબી ભાવની દુકાનો પરથી તેલ અને ખાંડનું વિતરણ કરાયું
ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સરાહનીય કામગીરી
બોટાદ જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારો જન્માષ્ટમી પર્વની ઉજવણી આનંદ અને ઉલ્લાસભેર કરી શકે તે માટે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જાહેર રજાના દિવસે પણ જિલ્લાની તમામ સરકારી વાજબી ભાવની દુકાનો પરથી તેલ અને ખાંડનું રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી બોટાદ જિલ્લાના જરૂરિયાતમંદ પરિવારોના ઘરમાં ખુશીઓ સાથે તહેવારની ઉજવણી શક્ય બની હતી. આ પરિવારોનો રાજીપો તેમના સ્મિત પરથી જ આંકી શકાય છે.
રિપોર્ટ અસરફ જાંગડ
999878844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.