રાજકોટ એઇમ્સમાં સાંસદ ગેનીબેન અને રૂપાલાની સભ્ય તરીકે નિમણુંકને આવકારતાં અલ્પેશભાઈ રૂપારેલિયા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના સદસ્ય તરીકે નિમણૂક કરી છે આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત પુર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાની પણ એઈમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે બીજી તરફ ગત ટર્મમાં કેન્દ્રીય કેબીનેટમંત્રી રહેલા પરસોતમભાઇ રૂપાલા રાજકોટની બેઠક ક્ષત્રીય આંદોલન વચ્ચે પણ ઐતિહાસીક લીડથી વિજેતા બન્યા હતા. મોદી સરકાર 3.0માં રૂપાલાને મંત્રીપદ મળ્યું નથી પરંતુ તેઓ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સક્રિય છે અને હવે તેમની એઇમ્સના સભ્ય તરીકે નિમણુંક થતા રાજકોટ તથા સૌરાષ્ટ્રના જરૂરીયાતમંદ લોકોને એઇમ્સમાં સારવા માટે તેમનો લાભ મળી શકશે.આ નિમણુંકને લઈ જસદણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અને જસદણ બીજેપીના સક્રિય યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આ નિમણુંકને આવકારી હતી જો કે, રાજકોટ એઇમ્સના પ્રેસીડેન્ટને લઇને સસ્પેન્સ યથાવત છે. અગાઉ ડો.વલ્લભભાઇ કથીરીયાની નિમણુંક કરાઇ હતી પરંતુ ત્રણ દિવસમાં તેની નિમણુંક રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એઇમ્સના પ્રેસીડેન્ટની જગ્યા હજુ ખાલી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.