બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ શ્રી રામાનંદ પ્રાથમિક શાળા નંબર 23 ના બાળકો ને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન, તેમજ સીટી પોલીસસ્ટેશન ની મુલાકાત દરમ્યાન કાયદાકીય માર્ગદર્શન અપાયું
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી તેમજ બોટાદ પોલીસ દ્વારા ગઢડા રોડ નાગલપર દરવાજા પાસે આવેલ શ્રી રામાનંદ પ્રાથમિક શાળા નંબર 24 ના બાળકો ને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ની મુલાકત દરમ્યાન મહિલા લક્ષી કાયદાકીય માર્ગદર્શન,બહેનોને હાયજિન વિષે તેમજ પોસ્કો ગુડ ટચ બેડ ટચ વિષે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલા પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી શ્રી પી. આર. મેટલિયા સર દ્વારા દરેક વિદ્યાર્થી ને પોતાની કારકિર્દી આગળ વધારવા શુભેચ્છા સંદેશ પાઠવેલ ત્યાર બાદ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ની વિઝિટ દરમ્યાન સોલંકી નરેશભાઈ તેમજ ખોડદા ગુલાબભાઇ દ્વારા વાયરલેસ,તેમજ પોલીસ સ્ટેશન મા નોંધાતા ગંભીર ગુના,કંટ્રોલ રૂમ પેટ્રોલિંગ તેમજ લોકપ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ રૂરલ પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી પી. આઈ.શ્રી વી. એલ. સાકરીયા સાહેબ તેમજ એ. ડી. વ્યાસ સાહેબ દ્વારા **શિક્ષક દિવસ** ની શુભેચ્છા પાઠવેલ ત્યાર બાદ બોટાદ સિટી પોલીસ સ્ટેશન મા નોંધાતા ચોરી લૂટ, ધાડ, એક્સીડંટ વગેરે વિષે માહિતી પાઠવેલ લોકપ વિષે માહિતી આપેલ સીટી પોલીસ સ્ટેશન ના પી.આઈ.શ્રી ખરાડી સાહેબ દ્વારા દરેક વિદ્યાર્થી પોતાનું લક્ષ નક્કી કરી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરે તેવો સંદેશ પાઠવેલ બોટાદ શી ટીમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા વી.આર સેટ દ્વારા બતાવી બાળકો ને સી. ડી દ્વારા મનોરંજન કરાવેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રીનાબેન વ્યાસ, રીંકલ બેન મકવાણા દ્વારા ઘરેલું હિંસા થી પીડિત બેહનો ને કાયદાકીય માર્ગદર્શન તેમજ આશ્રય સબંધિત માહિતી આપવામાં આવેલ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 કામગીરી વિષે માહિતી આપવામાં આવેલ હરેશભાઇ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી વિધવા પેંશન, મહિલા સ્વાવ લંબન વગેરે યોજનાઓ વિષે માહિતી આપવમા આવેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળા ના આચાર્ય શ્રી દર્શન પટેલ સાહેબ ના માર્ગદર્શન મુજબ શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.