દિલ્હીમાં રસ્તા વચ્ચે બે ભાઈઓ પર ત્રણ યુવકો તુટી પડ્યા:ઉપરાછાપરી છરીના ઘા માર્યા, એકનું મોત; બાઇક સરખી ચલાવવા માટે કહ્યુ હતું
દિલ્હીના હર્ષ વિહાર વિસ્તારમાં બે ભાઈઓને રસ્તા વચ્ચે છરીના અનેક ઘા મારી હુમલો કર્યો હતો. જેમાં મોટા ભાઈનું મોત થયું હતું. નાનો ભાઈ ઘાયલ થયો હતો. આ ઘટના 12 ઓક્ટોબરની છે. પોલીસે જણાવ્યું કે પ્રતાપ નગરનો રહેવાસી મૃતક અંકુર તેના નાના ભાઈ હિમાંશુ સાથે દશેરાના મેળામાંથી પરત ફરી રહ્યો હતો. બંને ભાઈઓ એક બાઇક સાથે ટકરાતા બચી ગયા હતા. બાઇક પર ત્રણ યુવકો સવાર હતા. અંકુર અને હિમાંશુએ તેમને સરખી રીતે બાઇક ચલાવવા માટે કહ્યું હતું, જેનાથી યુવકો ગુસ્સે થયા હતા. ત્રણેય આરોપીઓએ મળીને અંકુર અને હિમાંશુને માર મારવા લાગ્યા હતા. યુવકે છાતી, પેટ અને જાંઘ પર છરીના ઘા માર્યા હતા ઉપરાછાપરી છરીના ઘા મારી એકને મોતને ઘાટ ઉતાર્યો આ પછી એક યુવકે છરી કાઢીને બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ અંકુરની છાતી, પેટ અને જાંઘ પર અનેક ઘા માર્યા હતા. હિમાંશુની ગરદન અને જાંઘ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર ભીડ માત્ર તમાસો જોતી રહી હતી. બંને ભાઈઓ પર હુમલાખોરો ઉપરાછાપરી છરીના ઘા મારતા રહ્યા હતા, પણ બંને ભાઈઓને બચાવવા માટે ભીડમાંથી આગળ આવવાની કોઈની હિંમત કરી શક્યુ નહીં. હિમાંશુ તેના મોટા ભાઈ અંકુરને ઈ-રિક્ષા દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં ભીડવાળા રસ્તા પર ત્રણ લોકો બંને ભાઈઓ પર હુમલો કરતા દેખાય છે. હુમલા બાદ ત્રણેય યુવક ત્યાંથી બાઇક પર નીકળી ગયા હતા. પોલીસે આરોપીની ઓળખ કરી, એકની ધરપકડ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ત્રણેય આરોપીઓની ઓળખ કરી છે. 22 વર્ષના યુવક વિકાસની પણ ધરપકડ કરવામાં આવી છે. હજુ બે આરોપીઓ ફરાર છે. યુવકની બાઇક પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે અંકુરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. અંકુરના પિતા કૃષ્ણ પાલે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દિલ્હીમાં હત્યા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... દિલ્હીની હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા: બે સગીર ડ્રેસિંગ કરાવવા આવ્યા હતા; ગોળીબાર કર્યો દિલ્હીના કાલિંદી કુંજના જેતપુર વિસ્તારની નીમા હોસ્પિટલમાં બે સગીરોએ 55 વર્ષીય ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા અનુસાર બંને આરોપીઓની ઉંમર 16 થી 17 વર્ષની વચ્ચે હતી. એક આરોપીને 1 ઓક્ટોબરના રોજ પગના અંગૂઠામાં ઈજાની સારવાર કરવામાં આવી હતી. બુધવારે મોડી રાત્રે તે એક છોકરાને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.