દહેગામ, કલોલમાં ત્રણ અને માણસામાં બે ઇંચ વરસાદ - At This Time

દહેગામ, કલોલમાં ત્રણ અને માણસામાં બે ઇંચ વરસાદ


ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં મેઘમહેર ઃ વાવણીલાયક
વરસાદથી ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયાંદિવસ દરમિયાન પાટનગરમાં અડધો ઇંચ જ્યારે ગાંધીનગર તાલુકામાં
ઝરમર વરસાદ પડયોગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર થઈ રહી છે ત્યારે ગાંધીનગર
શહેર અને જિલ્લામાં ચોમાસાની  મોસમ બેવડી નીતિ
અપનાવી રહી હોય તે પ્રકારે અનુભવવા મળી રહી છે. શહેરમાં ઘણા દિવસથી  ચોમાસાની મોસમ અનુભવવા મળી રહી હોય તે પ્રકારે વરસાદ
પડી રહ્યો છે. આ વર્ષે ૧૫મી જૂનથી વિધિવત રીતે શરૃ થયેલી ચોમાસાની સિઝનમાં રાજ્યના
પાટનગર અને જિલ્લામાં  છેલ્લા ચાર પાંચ દિવસ
દરમિયાન ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના ચારેય તાલુકામાં મેઘમહેર થતાં ખેડૂતોમાં પણ
ખુશાલી વ્યાપી છે. તો બીજી તરફ દહેગામ અને 
કલોલમાં ત્રણ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જેની અસર અનુભવવા મળી રહી છે. ત્યારે
સતત ચાર પાંચ દિવસથી  ગાંધીનગર શહેરમાં  અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે  તો બીજી તરફ ઘણા વિસ્તારમા ધીમે ધીમે વરસાદ પડયો
હતો.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી બદલાયેલા
હવામાનના પગલે મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારે વરસી રહ્યા છે. ચોમાસાની  મોસમનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો હોય એમ
તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ વાતાવરણની અસર  શહેર અને જિલ્લા ઉપર અનુભવવા મળી હોય તે
પ્રકારે ગાંધીનગર  સહિત દહેગામ, કલોલ અને
માણસામાં વરસાદી માહોલ જામ્યો છે.   છેલ્લા
ચાર-પાંચ દિવસથી વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો
છે.  ત્યારે  થોડા દિવસ અગાઉ  અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં પાટનગરના આકાશમાં
કાળા ડિબાંગ વાદળો આવી ચડયા હતા અને ઠંડા પવન ફૂંકાતા નગરજનોએ પણ અસહ્ય ઉકળાટમાંથી
રાહત મેળવી હતી. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં ઘટાડો નોંધાવા
પામ્યો હતો. ત્યારે  ગાંધીનગર શહેરમાં
વરસાદની બેવડી નીતિ અનુભવવા મળ્યું હોય તે પ્રકારે ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો
છે  તો ઘણા સેક્ટરમા ઝરમર વરસાદ  પડે છે . તો ઝરમર વરસાદની અવીરત ગતિ સોમવારે
પણ  ચાલુ રહી હતી. આમ છેલ્લા ૨૪ કલાક
દરમિયાન જિલ્લાના દહેગામ,
માણસા અને કલોલ તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસયા છે. ૨૪ કલાકમાં માણસા
તાલુકામાં ૫૧ એમ.એમ તથા કલોલ તાલુકામાં ૭૩ એમ.એમ અને દહેગામ તાલુકામાં ૭૧ એમ.એમ
વરસાદ નોંધાવા પામ્યો છે. તો બીજી તરફ ગાંધીનગર તાલુકામાં ફક્ત ૧૦ એમ. એમ વરસાદ
પડયો છે. ત્યારે પાટનગરમાં પણ વરસાદની અવિરત ગતિ ચાલુ રહી હોય તે પ્રકારે અડધો ઇંચ
વરસાદ નોંધાવા પામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો
નોંધાયો હતો.  મહત્તમ તાપમાન  ૩૧.૮ 
ડિગ્રી  આવીને અટક્યો છે. તો બીજી
તરફ ભેજના પ્રમાણમાં થોડો વધારો નોંધાતા 
શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. 
ભેજના પ્રમાણમાં થઈ રહેલા વધારાના પગલે 
ગાંધીનગર શહેર અને જિલ્લામાં  હજુ
વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરના અન્ય
વિસ્તારોમાં સોમવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ શરૃ થયો હતો. તો ગાંધીનગર
જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હોય તેવા વાતાવરણ વચ્ચે લોકોએ  ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવી છે. બીજી તરફ
છેલ્લા ચાર પાંચ દિવસથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા નગરજનોએ થોડી ઠંડક પ્રાપ્ત
કરી છે.  ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં
છેલ્લા ચાર પાંચ દિવસમાં જિલ્લામાં સરેરાશ ત્રણ ઇંચ  વરસાદ પડી ચૂક્યો છે તો જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો ઘણી
જગ્યાએ ભુવા પડવાની સમસ્યા પણ ઊભી થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.