વડોદરા: હર ઘર તિરંગા અભિયાન માટે સુરતથી તિરંગા ખરીદવા ગયેલી કોર્પોરેશનની ગાડીને અકસ્માત: ત્રણ કર્મચારીને ઈજા
વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા વિવિધ મંડળો સાથે મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલએ બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે વડોદરાથી સુરત તિરંગા લેવા ગયેલા કર્મચારીઓને અકસ્માત નડ્યો હતો જેમાં બે કર્મચારીને વધુ સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા છે.આગામી તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા લગાવવાનું અભિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે માટે તિરંગા સુરતથી ખરીદવાનું નક્કી કર્યું હતું આ તિરંગા નો જથ્થો સુરત ખાતે લેવા માટે વડોદરા કોર્પોરેશનના સ્ટોર વિભાગના બે કર્મચારી, વ્હિકલ પુલના ડ્રાઇવર અને ક્લાર્ક ગાડી લઈને ગઈકાલે સાંજે સુરત પહોંચ્યા હતા જ્યાં તેઓને તાપી બ્રિજ ઉપર ગાડી ખાડામાં પડતા અકસ્માત થયો હતો.આ અકસ્માતના બનાવવામાં વડોદરા કોર્પોરેશનના સ્ટોર વિભાગના બે કર્મચારી ગૌતમભાઈ પતાઈત - ટેકનીકલ આસિસ્ટન્ટ અને ભરતભાઈ પ્રજાપતિ - જુ. કલ્લાર્ક ને ઈજા થઈ હતી જ્યારે વ્હિકલ પુલના કર્મચારી સંજય ભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.