રિક્ષા ઉપર ઝાડ પડતાં ત્રણનાં ઘટના સ્થળે મોત - At This Time

રિક્ષા ઉપર ઝાડ પડતાં ત્રણનાં ઘટના સ્થળે મોત


ગાંધીનગર તરફથી રિક્ષા દહેગામ બાજુ આવતી હતી ત્યારે
સોલંકપુરા ગામ પાસે ગોઝારો અકસ્માતઅકસ્માત બાદ રિક્ષાનો કચરઘાણ વળી ગયો ઃ વધુ ત્રણ મુસાફરોને
ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ઃ આ માર્ગ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયાંઃ વન
વિભાગ કુંભકર્ણની નિદ્રામાંદહેગામ :  ગાંધીનગર-દહેગામ હાઈ-વે ઉપર આવેલા સોલંકીપુરા પાસે
કરૃણાતિંકા સર્જાઈ છે. જેમાં ગાંધીનગર તરફથી આવતી રીક્ષા દહેગામ બાજુ જઈ રહી હતી
તે દરમિયાન અચાનક તોતિંગ પીપળાનું ઝાડ રીક્ષા ઉપર ધસી પડયું હતું અને હજુ કોઈ સમજે
વિચારે તે પહેલાં તોતિંગ ઝાડના કારણે રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને રીક્ષામાં
સવાર છ પૈકી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે આ બનાવમાં ગંભીર
રીતે ઘાયલ ત્રણ વ્યક્તિને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યાં છે. અચાનક બનેલા બનાવને લઈ હાઈ-વે ઉપરથી પસાર થતાં વાહનો પણ થંભી ગયાં હતાં
અને બચાવની કામગીરી હાથ ધરી હતી. બનાવને લઈ પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડ પણ દોડી
આવ્યો હતો.દહેગામ તાલુકામાં ગઈ રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૃ કરી
છે જેના કારણે લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. બીજી તરફ તોફાની પવનના કારણે હાઈ-વે
ઉપર વૃક્ષો ધરાશાયી થવાના બનાવ પણ સામે આવી રહ્યા છે અને ઠેક-ઠેકાણે વાહન
વ્યવહારને પણ અસર થઈ હતી. દહેગામ-ગાંધીનગર હાઈ-વે ઉપર સોલંકીપુરા પાસે સોમવારે
બપોરે બે વાગ્યાની આસપાસ કરૃણાંતિકા સર્જાઈ હતી. જેમાં ગાંધીનગર તરફથી એક રીક્ષા
દહેગામ તરફ આવી રહી હતી ત્યારે સોલંકીપુરા પાસે પહોંચતાં જ પીપળાનું તોતિંગ ઝાડ
રીક્ષા ઉપર પડયું હતું. તોતિંગ ઝાડ રીક્ષા ઉપર પડતાં જ રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો
હતો અને રીક્ષાનો કૂચડો વળી ગયો હતો અને રીક્ષામાં સવાર લોકોએ ચીચીયારીઓ કરી મૂકી
હતી. હાઈ-વે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ માનવતા દાખવી બચાવની કામગીરી હાથ ધરી
પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ કરૃણાંતિકામાં રીક્ષામાં સવાર છ પૈકી ત્રણ
વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં જેમાં એક ૧૮ વર્ષીય યુવતીનો પણ સમાવેશ થાય
છે. ગંભીર રીતે ઘાયલ ત્રણ વ્યક્તિને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં
આવ્યા છે. અચાનક બનેલા બનાવમાં એક સાથે ત્રણ ત્રણ જિંદગીનો અંત આવી ગયો હતો.
બનાવના પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ તેમજ ૧૦૮નો કાફલો દોડી આવ્યો હતો અને બચાવની
કામગીરી હાથ ધરી હતી. જો કે,
આશ્ચર્યની વચ્ચે વન વિભાગનો કોઈ અધિકારી અહીંયા ડોકાયો નહોતો અને જાણે કે
પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. ઝાડ કાપવાની કામગીરી વન વિભાગમાં
આવતી હોવા છતાં પણ વન વિભાગનો કોઈ કર્મચારી કે અધિકારીએ આવવાની તસ્દી લીધી નહોતી
જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.પ્રાંતિજના બે અને મગોડીના એકનું મોત

સોલંકીપુરા પાસે સર્જાયેલી કરૃણાંતિકામાં ત્રણ વ્યક્તિના મોત
નિપજ્યાં છે જેમાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની એક
વ્યક્તિનું મોત નિપજ્યું છે. દેવીપૂજક હીનાબેન (ઉ.વ.૧૮, રહે.મગોડી,) બારોટ ડાહ્યાભાઈ ભલાભાઈ
(ઉ.વ.૬૫, રહે.મગોડી)
અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર,
તા.પ્રાંતિજ)નો સમાવેશ થાય છે. બનાવના પગલે મગોડી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો
હતો તો પ્રાંતિજના વાઘપુરમાં પણ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ત્રણે
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.