યાત્રાધામ બહુચરાજીમાં ગુરુપૂણમાના દિવસે હજારો માઇભક્તો ઉમટ્યા - At This Time

યાત્રાધામ બહુચરાજીમાં ગુરુપૂણમાના દિવસે હજારો માઇભક્તો ઉમટ્યા


ચાણસ્મા,તા.13બહુચરાજી પંથકના તમામ ધામક આશ્રમોમાં ગુરુપૂણમાના દિવસે
ગુરુની પૂજા - અર્ચના કરી આશીર્વાદ મેળવવા 
શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરુના આશીર્વાદ મેળવી શ્રદ્ધાળુઓ
માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા બહુચરાજી મંદિરમાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

સવારની મંગળા આરતી અને સાંજ ની આરતી માં બહુ મોટી સંખ્યામાં
ભાવિક ભક્તો હાજર રહેતા અલૌકિક વાતાવરણ ઉભુ પામ્યું હતું. વહેલી સવારથી માતાજીના દર્શન
માટે શરૃ થયેલ ભાવિક ભક્તો પ્રવાહ મોડી રાત સુધી અવિરત પણે ચાલુ રહ્યો હતો. રાત્રે
નીકળેલી માતાજીની પાલખીમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતાં. માતાજીની પાલખી
માં જોડાયેલાં એક એક માઈભક્તમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગીતના સુરો અને
તાલીઓના તાલ વચ્ચે માઈ ભક્તો બોલ મારી બહુચર જય જય બહુચર ના જયઘોષ કરતાં યાત્રાધામ
બહુચરાજી ગુંજી ઉઠયું હતું. બહુચરાજી ની જેમ શંખલપુર ધામમાં પણ  વહેલી સવારથી બહુ મોટી સંખ્યામાં માતાજીના દર્શનાર્થે
ભાવિકભકતો ઉંમટી પડયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.