કંડલા પોર્ટના કંગાળ વહીવટને કારણે આવકમાં રૃા. ૩૫૦ કરોડનો ઘટાડો - At This Time

કંડલા પોર્ટના કંગાળ વહીવટને કારણે આવકમાં રૃા. ૩૫૦ કરોડનો ઘટાડો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવારભારત સંચાર નિગમ લિમિટેડ સાથે ભૂતકાળમાં બન્યું હતું તેમ જ કંડલા બંદરના વહીવટ કર્તાઓ હાથે કરીને પોર્ટની કામગીરી નબળી પાડીને બંદરને ખાનગી હાથોમાં સરકી જાય તેવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા છે. તેમના અયોગ્ય આયોજનને કારણે કંડલા પોર્ટનીઆવકમાં રૃા. ૩૫૦ કરોડનો ઘટાડો થશે. ટેન્ડરને મંગાવ્યા પછી તેની પ્રક્રિયા હાથ ધર્યા બાદ પણ ટેન્ડરના કામ ન સોંપાતા હોવાથી રોયલ્ટીની આવકનું પણ કરોડોનું નુકસાન કરી રહી છે. કંડલા પોર્ટની જેટ્ટી ૧૪ના ટેન્ડરો મંગાવ્યા અને ક્વોલિફાય કર્યા પછી બે વર્ષ થયા પણ ટેન્ડરની ફાળવણી કરવામાં આવી નથી. છેલ્લા આઠ મહિનાથી આ મોરચે રતિભાર પ્રગતિ થઈ જ નથી. દર પંદર દિવસે તેની મુદત લંબાવવામાં આવી રહી છે. આમ રોયલ્ટીની આવક સતત ગુમાવી રહ્યા છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ  ટેન્ડર ભરનારાઓને મોડેલ કન્સેશન એગ્રીમેન્ટ હેઠળ કરાર કરનારને રોયલ્ટી પેટે કાર્ગો હેન્ડલિંગના ટનદીઠ ચાર્જના ૨૫ ટકા હિસ્સો આપવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્ગો હેન્ડલિંગની થતી કુલ આવક પર ૨૫ ટકા હિસ્સો પોર્ટને આપવો પડે છે. આ હિસ્સોની અત્યારે નક્કી કરેલા દર પ્રમાણે ગણતરીમાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટ આગામી વરસોમાં રૃા. ૩૫૦ કરોડનું નુકસાન કરશે. કન્ટેઈનર બર્થ તરીકે જાણીતી જેટ્ટી નંબર ૧૧ અને ૧૨ના કામ તો માત્ર ૧૦ ટકા રોયલ્ટી લઈને આપી દેવામાં આવ્યા ચે. કંડલા પોર્ટ ટ્રસ્ટનું વર્તમાન મેનેજમેન્ટ હાથે કરીને તેની કામગીરી નબળી પાડીને ખાનગી કંપનીઓને તેમના કામકાજનો વ્યાપ વધારવાનો મોકો ઊભો કરી આપી રહ્યા છે. તેથી જ રેઢીયાળ ઢબે કંડલા પોર્ટ ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના મોડલ પર ડેવલપ બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરની શરત સાથે ૧૪ નંબરની જેટી પર આધુનિક સુવિધા વિકસાવવા માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. આ જેટ્ટી પર મિકેનાઈઝ્ડ ફર્ટિલાઈઝર અને ક્લિન કાર્ગે હેન્ડર કરવા માટેની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર મંગાવ્યા પછી કંડલા પોર્ટના સંચાલકોએ તેના સંદર્ભમાં ખુલાસાઓ પણ મંગાવ્યા હતા. આ ખુલાસાઓ મંગાવ્યા પછી બે વરસથી વધુ સમય વીતી ગયો હોવા છતાંય તે ટેન્ડરનું શું થયું તે સ્પષ્ટ કરવામાં આવતું નથી. કંડલા પોર્ટ ટ્રસ્ટના વહીવટ કર્તાઓએ આ સંદર્ભમાં ટેન્ડર ભરનારાઓને કોઈ જ જવાબ પણ આપ્યો નથી. આ જેટ્ટીના વિકાસની કામગીરી શા માટે અભેરાઈએ ચઢાવી દેવામાં આવી તે અંગે હજી સુધી કોઈ જ ફોડ પાડવામાં આવતો નથી. જેટ્ટી નંબર ૯ના ટેન્ડર પણ જાન્યુઆરી-ફેબુ્રઆરી ૨૦૨૨માં બહાર પાડયા પછી હજી સુધી કોઈ નિર્ણય જ લેવાતો નતી.જેટ્ટી માટેના ટેન્ડરની માફક જ જુલાઈ ૨૦૨૧માં જૂના કંડલા પોર્ટ અને હાલના પંડિત દિનદયાળ પોર્ટ માટે રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન બહાર પાડવામાં આવી હતી. આ રિક્વેસ્ટના સંદર્ભમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪મી સપ્ટમ્બર ૨૦૨૧ હતી. આ રિક્વેસ્ટના અનુસંધાનમાં જે.એમ. બક્ષી, આરવીઆર પ્રોજેક્ટ્સ, બોથરા શિપિંગ, અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ કંપનીએ તેમાં ભાગ લીધો હતો. પરંતુ કેટલીક કંપનીઓને તેમાંથી મનસ્વી રીતે બહાર કરી દેવામાં આવી હતી. આ કંપનીએ કોર્ટના દરવાજા ખખડાવતા કંડલા પોર્ટે જુલાઈ ૨૦૨૨ના તેને તેમાં ભાગ લેવા દેવાની ફરજ પડી હતી. આમ કંડલા પોર્ટ ટ્રસ્ટના વહીવટદારોના મનસ્વી વલણને પરિણામે સ્પર્ધાના યુગમાં પોર્ટ નવી તક ગુમાવી રહ્યું છે.કેટલીકવાર ટેન્ડર સબમિટ કરવાની તારીખમાં પણ છેલ્લી ઘડીએ ફેરફાર કરી દેવાતા હોવાથી પોર્ટના વહીવટકારો સ્થાપિત હિતોના રમકડાં  બની રહ્યા હોવાની શંકાઓ પણ વધી રહી છે. કેટલીકવાર સિંગલ બીડને સ્વીકારી લઈને કોઈ એક કંપનીને મોટો ફાયદો કરાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.ભૂતકાળમાં પોર્ટ ટ્રસ્ટે ૧૧મી અને ૧૨મી કન્ટેઈનર બર્થનો પ્રોજેક્ટ સિંગલ બીડરને આપી દીધો હોવાનો કિસ્સો પણ બન્યો છે. તેમાં ૧૦.૪ ટકા જેટલી માતબર ભાગીદારી પણ ફાળવીહ તી. તેવી જ રીતે સિંગર પોઈન્ટ મૂરિંગના પ્રોજેક્ટમાં એક કંપનીને ૧૦ ટકાથી ઓછી ભાગીદારી પણ આપી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.