આર.ટી.ઓ કચેરી દ્રારા  ટુ-વ્હિલર નંબર ની ફાળવણી માટે તા.૧૮ જૂલાઇ ૨૦૨૩થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે - At This Time

આર.ટી.ઓ કચેરી દ્રારા  ટુ-વ્હિલર નંબર ની ફાળવણી માટે તા.૧૮ જૂલાઇ ૨૦૨૩થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે


આર.ટી.ઓ કચેરી દ્રારા  ટુ-વ્હિલર નંબર ની ફાળવણી માટે તા.૧૮ જૂલાઇ ૨૦૨૩થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે
************
        સાબરકાંઠાની આર.ટી.ઓ. કચેરીમાં ટુ-વ્હિલર માટે  RE AUCTION શરૂ કરવામાં આવશે.  GJ09DD, GJ09DF, GJ09DG, GJ09DH, DJ09DJ, DJ09DK, GJ09DL, GJ09DM  સીરીઝનું  RE AUCTION શરૂ થનાર છે  ઈચ્છા ધરાવનાર વાહન માલિક તેમના વાહનોનું રજીસ્ટ્રેશન વેબસાઇટ   https://Parivahan.gov.in/fancy  પર ઓનલાઇન કરી  ઓકસન માં ભાગ લઈ શકાશે. આ માટે તા. ૧૮ જૂલાઇ ૨૦૨૩ના રોજ દિવસે ૦૪.૦૦ કલાકથી તા. ૨૨ જૂલાઇ ૨૦૨૩ના રોજ દિવસે ૦૩.૫૯ સુધી AUCTION માટેનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૨૦ જૂલાઇ ૨૦૨૩ના રોજ દિવસે ૦૪.૦૦ કલાક થી તા. ૨૨ જૂલાઇ ૨૦૨૩ ના રોજ દિવસે ૦૪.૦૦ સુધી AUCTION માટેનું BIDDING OPEN થશે. અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજુ નહીં કરનાર અરજદાર હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના ૫(પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.અરજદાર જો આ નિયમ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે.ઓનલાઈન ઓકશન દરમ્યાન અરજદારે RBI ધ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે.વાહનના સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરાજના જ અરજદારોએ હરાજીમાં ભાગ અરજી કરી શકાશે.સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.