‘અયોધ્યાના પાયા હલાવી નાખીશું…’:આ વખતે આતંકી પન્નુએ રામ મંદિરને ટાર્ગેટ કર્યું, મોદીની પૂજા કરતો વીડિયો શેર કરી ઉડાડી દેવાની ધમકી આપી
ખાલિસ્તાનીઓને મળી રહેલા કેનેડાના સપોર્ટથી તેમની હિંમત વધી ગઈ છે. હવે ખાલિસ્તાનીઓ સીધા અયોધ્યાના રામ મંદિરને ટાર્ગેટ કરવાની ધમકી આપવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો જાહેર કરીને હિન્દુઓની આસ્થાના મોટા કેન્દ્ર રામ મંદિરને ઉડાડવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી મોકલી છે. શીખ ફોર જસ્ટિસ(SFJ) નામના આતંકી સંગઠનના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, 16 અને 17 નવેમ્બરે અયોધ્યા રામ મંદિરમાં હિંસા થશે. પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પ્ટનમાં રેકોર્ડ કર્યો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયોમાં રામ મંદિર સાથે-સાથે અન્ય બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે. વીડિયોમાં પીએમ મોદીની પૂજા કરતી તસવીર વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, અમે હિન્દુત્વ વિચારધારાનું જન્મસથળ અયોધ્યાના પાયા હલાવી દઈશું. પન્નુની આ ધમકીથી ભારતના સૌથી પવિત્ર સ્થળમાંથી એક (રામ મંદિર) પર મોટું સંકટ આવી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદીની અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતી તસવીર પણ દર્શાવવામાં આવી છે. ખાલિસ્તાની આતંકીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાથી દૂર રહેવાની પણ ધમકી આપી છે. ભારતથી ફરાર થનાર ભાગેડુ પન્નુ ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું કામ કરતો રહે છે. પહેલાં પણ અનેક ધમકી આપી ચૂક્યો છે પન્નુ એવું નથી કે પન્નુએ પહેલીવાર ભારત વિરુદ્ધ કોઈ ધમકી આપી છે. આ પહેલાં ખાલિસ્તાની આતંકી પન્નુએ ભારતને ધમકી આપતા પ્લેન ઉડાડી દેવાની વાત કહી હતી. પન્નુએ કહ્યું હતું કે શીખ દંગોના 40 વર્ષ પૂરાં થવા પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય યાત્રીઓથી 1થી 19 નવેમ્બર સુધી એર ઇન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી. કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ? પન્નુની ધમકીને લગતા આ સમાચાર પણ વાંચો કિરપાણ પર પ્રતિબંધ લાગતાં આતંકવાદી પન્નુ ભડક્યો:અમૃતસર-ચંદીગઢ એરપોર્ટ બંધ કરવાની હાકલ; કહ્યું- જો શીખો નહીં જાગે તો સરકાર શ્રી ગણેશની સ્થાપના કરશે અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી અને ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ 17 નવેમ્બરે અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટને બંધ કરવાની ધમકી આપી છે. પન્નુનો આરોપ છે કે ભારત સરકારે એરપોર્ટની અંદર શીખ ધર્મના પ્રતીક કિરપાણ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો... '1984નાં શીખ રમખાણોનો બદલો લઈશું':વિદેશ પ્રવાસ કરતા લોકો 1થી 19 નવેમ્બર સુધી યાત્રા ટાળજો, આતંકવાદી પન્નુની એર ઈન્ડિયાને બ્લાસ્ટ કરવાની ધમકી અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયામાં બોમ્બવિસ્ફોટ કરવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કર્યો હતો અને 1984નાં શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લોકોને એર ઈન્ડિયામાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.