બાપ 1 નંબરી, બેટા 10 નંબરી!:NEET પેપર લીક કરાવવામાં આ જોડી ગજબની, ગુનાની દુનિયામાં બાપ કરતાં દીકરો સવાયો…!
એક દીકરા માટે આ દુનિયામાં તેની સૌથી મોટી પ્રેરણા તેના પિતા હોય છે. દરેક દીકરો ઇચ્છે છે કે તેના પિતાએ જેટલું નામ કમાયું છે તેનાથી વધારે તે નામ કમાય, પરંતુ આ કેટલું યોગ્ય છે કે જો કોઈ પિતા ગુનેગાર હોય તો તેનો દીકરો તેનાથી પણ વધારે મોટો ગુનેગાર બનીને બતાવે. જોકે હાલના સમયમાં બિહારમાં પોલીસના હાથે ચઢેલા પિતા-પુત્રની જોડીને જોઈને તો એવું જ લાગે છે કે બંને વચ્ચે ગુનાની દુનિયામાં એકબીજાથી વધારે મોટું નામ કમાવવાની રેસ લાગી હોય. NEET પેપર લીક મામલે બિહાર પોલીસ હવે સોલ્વર ગેંગના અન્ય સભ્યોને અરેસ્ટ કરવામાં લાગી છે. એટલા માટે શક્ય ઠેકાણાં પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલા દિવસોમાં આ મામલે અતુલ વત્સય નામની વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. પોલીસ પ્રમાણે આ પહેલાં અતુલના પિતા અરુણ કેસરીની પણ આ મામલે CBI દ્વારા ધરપકડ થઈ ચૂકી છે. હવે આ મામલે બિહાર પોલીસને સંજીવ મુખિયાની પણ તપાસ શરૂ છે. કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડમાં અતુલના પિતા અરેસ્ટ થઈ ચૂક્યા છે
બિહાર પોલીસ સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે NEET પેપર લીક મામલે અતુલની ભૂમિકા ખૂબ જ ખાસ છે. પોલીસને શંકા છે કે અતુલ પણ સોલ્વર ગેંગનો ભાગ છે અને તેણે પણ અનેક વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવ્યા હતા. નોંધનીય છે કે અતુલના પિતા અરુણ કેસરીને પણ સીબીસાઈ પહેલાં અરેસ્ટ કરી ચૂકી છે. અરુણ કેસરીની ધરપકડ કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડમાં કરવામાં આવી હતી. પોલીસ પેપર લીક મામલે પણ અતુલના પિતાની પૂછપરછ કરી શકે છે. સૂત્રો પ્રમાણે પોલીસ અતુલને શોધી રહી છે. પોલીસને સૂચના મળી છે કે અતુલ મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ સંતાયેલો હોઈ શકે છે. બિહાર શિક્ષક ભરતી પેપર લીકમાં સામેલ છે સંજીવનો દીકરો શિવ
NEET પેપર લીક મામલે પોલીસને હવે સંજીવ મુખિયાની તપાસ કરે છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે સંજીવ મુખિયા પેપર લીક મામલે સૌથી મુખ્ય કડી છે. પોલીસ સંજીવને અરેસ્ટ કરીને આ મામલે અનેક મોટા ઘટસ્ફોટ કરી શકે છે. સંજીવ મુખિયા બિહારના નાલંદાનો રહેવાસી છે તેમ જ તેનો દીકરો શિવ પણ ગુનાની દુનિયામાં જાણીતું નામ છે. શિવની પર બિહાર શિક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક કરાવવાનો આરોપ હતો. પોલીસે શિવને તેના ચાર અન્ય સાથીઓ સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી અરેસ્ટ કર્યો હતો. પ્રેમમાં પડવાના કારણે સોલ્વર ગેંગનો સભ્ય બન્યો અતુલ
NEET પેપર લીક મામલે પોલીસને હવે અતુલ વત્સયની શોધ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અતુલ પણ સોલ્વર ગેંગનો સભ્ય છે. પોલીસ તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. ગુનાની દુનિયામાં અતુલની એન્ટ્રી યુવતીના પ્રેમમાં પડવાથી થઈ. કહેવાય છે કે મેડિકલની તૈયારી કરતી સમયે અતુલની મિત્રતા મેડિકલની જ તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થી સાથે થઈ ગઈ, જેને તે પોતાની ગર્લફ્રેન્ડ માની બેઠો હતો. કહેવાય છે કે બંનેની મિત્રતા એટલી ગાઢ બની ગઈ તે તેઓ સાથે જ ભણતાં હતાં. એ દિવસો દરમિયાન અતુલને આશા હતી કે તે આ વખતે પરીક્ષા પાસ કરી લેશે, પરંતુ જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું તો અતુલની તે મહિલા મિત્ર તો પાસ થઈ ગઈ, પરંતુ અતુલ તે પરીક્ષામાં પાસ થઈ શક્યો નહીં. એ પછી તેણે તૈયારી છોડીને કોચિંગ શરૂ કર્યું અને પછી આ દરમિયાન તે સોલ્વર ગેંગના સંપર્કમાં આવ્યો અને આ રીતે તેની એન્ટ્રી અપરાધની દુનિયામાં થઈ ગઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.