માણસોની જેમ બધું કામ કરે આ વાંદરી, VIDEO:રોટલી વણી આપે, મસાલા પીસે; 'રાની' આખા ગામની લાડકી, ગુસ્સો આવતાં પોતાના જ હાથને બચકું ભરે - At This Time

માણસોની જેમ બધું કામ કરે આ વાંદરી, VIDEO:રોટલી વણી આપે, મસાલા પીસે; ‘રાની’ આખા ગામની લાડકી, ગુસ્સો આવતાં પોતાના જ હાથને બચકું ભરે


વાનર તરીકે જન્મ્યા હોવા છતાં રાની આખા ગામની લાડકી બની ગઈ છે. વાસણો ધોવાથી લઈને રોટલી શેકવા સુધીના તમામ કામ રાની પરિવાર સાથે મળીને કરે છે. આ સાથે તે આખા ગામમાં કોઈના પણ ઘરને આશિયાના બનાવી દે છે. લગભગ 8 વર્ષ પહેલા યુપીના રાયબરેલીના ખાગીપુર સદવા ગામમાં આવેલી રાની નામની વાંદરી આજે દરેકની લાડકી બની ગઈ છે. ટિકટોકથી લઈને યુટ્યુબ સુધી તેના વીડિયોને જબરદસ્ત લાઈક મળી રહી છે. તેની સંભાળ રાખનાર અશોકે જણાવ્યું કે જ્યારે તે 8 વર્ષ પહેલા હિમાચલમાં કામ કરીને ગામમાં આવ્યો હતો ત્યારે તેણે રાનીને ઘરે જોઈ હતી. જેમ ઘરમાં બધા પોતાનું કામ કરતા હતા, રાની પણ એ જ રીતે તેમની સાથે કામ કરતી હતી. જ્યારે ઘરની સ્ત્રીઓને રોટલી સેકે છે ત્યારે રાની રોટલી વણવા લાગે છે. તે વાસણો ધોવાથી લઈને મસાલા પીસવા સુધીની દરેક જવાબદારી સંભાળે છે. માત્ર અશોકના ઘરે જ નહીં, તે આખા ગામમાં કોઈના ઘરે જાય ત્યારે તે આ રીતે કામ કરે છે. અશોકનું ઘર તેનું કામચલાઉ રહેઠાણ છે, પણ જો તેને એવું લાગે તો તે રાત્રે કોઈ બીજાના ઘરે પણ રહે છે. ઘરમાં કામ કરી રહેલી રાનીની તસવીર... રાની આખા ગામની લાડકી
રાની આખા ગામની લાડકી છે. દરેક લોકો રાનીને એટલો પ્રેમ કરે છે કે તે જેના ઘરે પહોંચે છે, ત્યાં જ તેની સૂવાની વ્યવસ્થા થઈ જાય છે. અશોકના કહેવા પ્રમાણે, અત્યાર સુધી તેણે યુટ્યુબ દ્વારા રાનીના વીડિયોથી 15 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તે કહે છે કે આજે ઘરમાં જે પણ છે તે રાનીના કારણે છે. રાની તેની માતા સાથે ખૂબ જ પ્રેમથી રહેતી. અશોકની માતાના અવસાન બાદ રાની હવે તેની ભાભી સાથે રહે છે. ગુસ્સો આવતા પોતાના જ હાથને બચકું ભરે છે
રાનીને ગુસ્સો આવે છે ત્યારે તે બીજાને નુકસાન પહોંચાડવાને બદલે પોતાના જ હાથને બચકું ભરવા લાગે છે. આ જોઈને લોકોને ખબર પડી જાય છે કે રાની ગુસ્સામાં છે અને પછી લોકો તેને મનાવવાનો પ્રયાસ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.