ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ ઃ કર્ણાટક સળંગ ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૧નીતિ આયોગ દ્વારા જારી
ત્રીજા ઇનોવેશન ઇન્ડેક્સમાં કર્ણાટક,
તેલંગણા અને હરિયાણાએ પ્રથમ ત્રણ ક્રમે રહ્યાં છે. નીતિ આયોગ દ્વારા જાહેર
કરાયેલી યાદીમાં ૧૭ રાજ્યોને સ્થાન મળ્યું છે.નીતિ આયોગના ઇન્ડિયન ઇનોવેશન
ઇન્ડેક્સ, ૨૦૨૧ સબ
નેશનલ સ્તરે સંશોધન ક્ષમતા અને ઇકોસિસ્ટમની
સમીક્ષા કરે છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરીએ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર
પરમેશ્વરન ઐયરની હાજરીમાં ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના
આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં છેલ્લા ત્રણ ક્રમે છત્તીસગઢ, ઓડિશા અને બિહારનો
સમાવેશ થાય છે. કર્ણાટક સળંગ ત્રીજા વર્ષે આ યાદીમાં ટોચ પર રહ્યું છે. કેન્દ્ર
શાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંડીગઢ પ્રથમ ક્રમે છે. ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યોની કેટેગરીમાં મણિપુર પ્રથમ
ક્રમે છે. ૧૭ રાજ્યોના ઇન્ડેક્સમાં કર્ણાટક ૧૮.૦૧ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. આ ઇન્ડેક્સ મુજબ ૧૯૯૦માં ભારતના શહેરોની વસ્તી ૨૨.૨ કરોડ
હતી. જે ૨૦૧૪માં વધીને ૪૪ કરોડ થઇ ગઇ છે. ૨૦૫૦ સુધીમાં શહેરોની વસ્તી વધીને ૮૧.૪
કરોડ થઇ જશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.