આંધ્રપ્રદેશમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, હત્યા:આરોપી તેની જ સ્કૂલના 6ઠ્ઠા-7મા ધોરણના વિદ્યાર્થી, પુરાવાનો નાશ કરવા લાશ કેનાલમાં ફેંકી દીધી
આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર ગેંગરેપ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગર્લ્સ સ્કૂલની ત્રણ સગીર વિદ્યાર્થીઓને આરોપી બનાવ્યા છે. વિદ્યાર્થીઓએ ગેંગરેપ બાદ બાળકીની હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. હજુ સુધી લાશ મળી નથી. ત્રીજા ધોરણમાં ભણતી બાળકી 8 વર્ષની હતી. તેમજ, આરોપી બે છોકરાઓની ઉંમર 12 વર્ષ છે. બંને છઠ્ઠા ધોરણમાં ભણે છે. ત્રીજા આરોપીની ઉંમર 13 વર્ષ છે, તે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. રમવાના બહાને બાળકીને લઈ ગયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે (7 જુલાઈ) સાંજે બની હોવાનું કહેવાય છે. ઘટના સમયે બાળકી પગડીયાલા ખાતે પાર્કમાં રમી રહી હતી. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીઓ તેને રમવાના બહાને નિર્જન સ્થળે લઈ ગયા અને તેના પર ગેંગરેપ કર્યો. બાળકી તેના માતા-પિતાને આ ઘટના વિશે કહેશે તેવા ડરથી આરોપી બાળકોએ તેની હત્યા કરી લાશને નજીકની કેનાલમાં ફેંકી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી
પોલીસે કૃષ્ણા નદીના પાછળના પાણીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે જણાવ્યું કે યુવતી 7 જુલાઈથી ગુમ હતી. તે ઘર પાસેના પાર્કમાં રમવા ગઈ હતી, પરંતુ ઘણો સમય થવા છતાં પરત આવી નહી. માતા-પિતાએ ઘણી વાર સુધી શોધખોળ કરી, પરંતુ તે મળી નહીં. બાદમાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં પોલીસને પણ આરોપી વિશે ખબર નહોતી. આ પછી 9મી જુલાઈએ સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી. ગામમાં રહેતા 3 સગીર છોકરાઓમાં અસામાન્ય વર્તન જોવા મળ્યું હતું. ત્રણ આરોપીઓમાંથી એક છોકરાએ ગુનો કબૂલી લીધો હતો. આ પછી અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં સુધી લાશ નહીં મળે ત્યાં સુધી શોધખોળ ચાલુ રહેશે- એસ.પી
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને સુશોભનની વસ્તુઓ પણ મળી આવી છે. આવી વસ્તુઓનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા અથવા કેટલીક ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે. હવે પોલીસ તાંત્રિક વિધીના એંગલથી પણ તપાસ કરી રહી છે. આ દરમિયાન નંદ્યાલના સાંસદ ડૉક્ટર બાયરેડી શબરી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સ્થાનિક ધારાસભ્ય જી જયસૂર્યા પણ હાજર હતા. એસપી રઘુવીર રેડ્ડીએ કહ્યું કે જ્યાં સુધી બાળકીનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. આ માટે SDRFની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચો... મુંબઈ BMW હિટ એન્ડ રન કેસ- ખોટું ID બતાવીને 12 પેગ દારૂ ઢીંચ્યો:મહિલાને કચડીને ગર્લફ્રેન્ડને 40 વખત કોલ કર્યા, બચવા માટે વાળ-દાઢી કપાવ્યા; મુંબઈ હિટ એન્ડ રનના એ 60 કલાક મુંબઈના વરલી હિટ એન્ડ રન કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જુહુમાં જે પબમાં શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહે અકસ્માત પહેલા દારૂ પીધો હતો, તે દાવો કરે છે કે તે ખોટું આઈડી બતાવીને દારૂ પીવા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પબ મેનેજમેન્ટનો આરોપ છે કે મિહિર શાહે તેમને જે ઓળખ કાર્ડ બતાવ્યું તેમાં તેમની ઉંમર 27 વર્ષ હતી. તેની સાથે 30 વર્ષથી વધુ ઉંમરના ત્રણ મિત્રો પણ આવ્યા હતા. પોલીસનો દાવો છે કે સત્તાવાર રેકોર્ડ મુજબ મિહિરની ઉંમર 24 વર્ષ છે, જ્યારે દારૂ પીવા માટેની લઘુત્તમ કાયદેસરની ઉંમર 25 વર્ષ છે. શીના બોરા મર્ડર કેસ - CBI ઓફિસમાંથી ગુમ થયેલા હાડકાં મળ્યાઃ તપાસ એજન્સીએ કહ્યું- હવે પુરાવા તરીકે રજૂ નહીં કરે 10મી જુલાઈના રોજ મુંબઈની ટ્રાયલ કોર્ટમાં શીના બોરા મર્ડર કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સીબીઆઈએ કોર્ટને કહ્યું કે એપ્રિલમાં ગુમ થયેલા હાડકા સીબીઆઈની દિલ્હીવાળી ઓફિસના સ્ટોરરૂમમાંથી મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ કોર્ટને મળેલા એક ઈમેલના એક દિવસ બાદ થયો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે શીનાના હાડકાં ગાયબ નથી પરંતુ તે ફોરેન્સિક એક્સપર્ટની કસ્ટડીમાં છે જેમણે તેની તપાસ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.