રક્ષાબંધને તકરારમાં વચ્ચે પડનારા યુવકને છરીના ઘા મારી રહેસી નાંખ્યો - At This Time

રક્ષાબંધને તકરારમાં વચ્ચે પડનારા યુવકને છરીના ઘા મારી રહેસી નાંખ્યો


અમદાવાદ,શનિવારમાધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાવડીપુરા ખાતે ટાટા એડવાન્સ મીલની ચાલી પાસે રક્ષાબંધનના દિવસે બે શખ્સો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં તકરારમાં વચ્ચે પડનારા નિર્દોષ યુવકને છરીના ઘા મારીને રહેસી નાંખ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરતા મામલો થાળે પડયો હતો.નિર્દોષ યુવકની હત્યાથી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો માધુપુરા પોલીસે આરોપીની ધરપકડ કરતા મામલો થાળે પડયો આ કેસની વિગત એવી છે કે તાવડીપુરામાં ટાટા એડવાન્સ મીલની ચાલીમાં રહેતા અલ્પેશભાઇ મોહનજી ઠાકોર (ઉ.વ.૩૯) એ  માધુપુરા પોલીસ સ્ટેશનમાં ટાટા  એડવાન્સ મીલની ચાલીમાં રહેતા હિમાંશું જયંતિભાઇ રાવત સામે ફરિયાદ નોંધાવી છે કે રક્ષાબંધનના દિવસે રાતે  બલરામ ગોપીનાથ ઠાકોર અને હિમાંશુ  ઉર્ફે ભેમો જયંતિભાઇ રાવત વચ્ચે તકરાર થઇ હતી. જ્યાં ફરિયાદીના ભાઇ પરેશભાઇએ વચ્ચે પડીને ચાલીના નાકે ગાળો બોલવાની ના પાડી હતી. જેને લઇને આરોપીના ઘરના સભ્યો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તકરાર કરી હતી જો કે ચાલીના રહીશોએ ભેગા મળી સમાધાન કરાવ્યું  હતું.ત્યારબાદ બીજા દિવસે ફરિયાદીનો ભાઇ દવાખાને જતો હતો આ સમયે તકરારની અદાવત રાખીને  આરોપી ભેમાએ યુવકને રોકીને તેના ઉપર   છરીથી હુમલો કરીને શરીરે છરીના જીવલેણ ઘા મારીને આરોપી નાસી ગયો હતો યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલમાં સારવાર દરમિયાન પરેશભાઇનું  મોત થયું હતું. આ બનાવ અંગે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી  વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.